માલિકી હક સાબિત કરવા બળદનો લેવાયો DNA ટેસ્ટ, પોલીસે કરી આવી પ્રક્રિયા

અત્યાર સુધી કોઈ વ્યક્તિનો DNA ટેસ્ટ કરવામાં આવશે એવું સાંભળ્યું હતું. પણ મહારાષ્ટ્રમાં હવે બળદનો DNA ટેસ્ટ થશે એવું જાણવા મળ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બળદના માલિકી હકને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ DNA ટેસ્ટ કરવવાનો મામલો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રના બુલઢાણામાં આ વિવાદ થયો હતો.

જ્યાં એક બળદના માલિકી હકને લઈને લોકો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. બળદના માલિકી હકને લઈને શરૂ થયેલી આ તકરાર એટલી વણસી ગઈ કે, વાસ્તવમાં માલિકી કોણ છે એ જાણવા માટે DNA ટેસ્ટની મદદ લેવી પડી. DNA ટેસ્ટ માટે મહારાષ્ટ્ર પોલીસે જે તે સંબંધિત અધિકારીઓને પત્ર લખીને સમગ્ર મામલાની જાણ કરી. સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે કેટલાક લોકો એક બળદને જબરદસ્તીથી પકડીને લઈ જતા હતા.

એ જ સમયે બીજા એક વ્યક્તિએ આ બળદ એનો છે એવો દાવો કર્યો. એવો પણ પ્રશ્ન કર્યો કે, આ બળદને ક્યાં અને શા માટે લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ સામસામા આક્ષેપો શરૂ થઈ ગયા હતા. મામલો એ હદ સુધી ચાલ્યો ગયો કે, પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ નોંધાઈ. પોલીસે આ કેસને ઉકેલવા માટે બળદનો DNA ટેસ્ટ કરવા માટેનો નિર્ણય લીધો. પશુ વિભાગના અધિકારીઓને ટેસ્ટ કરાવવા માટે ખાસ પત્ર પણ લખવામાં આવ્યો હતો. આમ બળદની માલિકી હકનો મામલો થાળે પડ્યો હતો.

 

Top News

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Copyright (c) Khabarchhe All Rights Reserved.