- Opinion
- દિવાળી 2025: સ્વદેશી ઉત્પાદનોનો દબદબો, 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા
દિવાળી 2025: સ્વદેશી ઉત્પાદનોનો દબદબો, 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા
આ વર્ષે દિવાળીના તહેવારે ભારતીય ગ્રાહકોએ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે અદભૂત રસ દાખવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના 'રિસર્ચ રિપોર્ટ ઓન દિવાળી ફેસ્ટિવલ સેલ્સ 2025' મુજબ 21 ઓક્ટોબર 2025ના રોજ જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા જેના પરિણામે ચાઇનીઝ ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ સ્વદેશી પસંદગી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે જે ભારતીય અર્થતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ બની રહી છે.
.jpeg)
વેપારીઓએ જણાવ્યું કે ભારતીય ઉત્પાદનોનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ 25% વધ્યું છે. આ વધારો સુચવે છે કે ગ્રાહકો હવે સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર વધુ ભરોસો કરી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન વેપારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. CAITના રિપોર્ટ મુજબ આ વર્ષે દિવાળીનો ફેસ્ટિવ ટ્રેડ 25% વધીને 6.05 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આ આંકડો ભારતીય અર્થવ્યવસ્થાની પ્રગતી અને ગ્રાહકોના સ્વદેશી પ્રેમને દર્શાવે છે.

આ પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રાહકોમાં વધતી જાગૃતિ અને 'વોકલ ફોર લોકલ' અભિયાનની સફળતા છે. સ્વદેશી ઉત્પાદનોની પસંદગી એ માત્ર ખરીદી નથી પરંતુ દેશના નાના ઉદ્યોગો અને કારીગરોને સમર્થન આપવાનો ગર્વ છે. આ દિવાળીએ ભારતીય ગ્રાહકોએ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે આર્થિક સ્વાવલંબન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે અને આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો ભારતીય બજાર વધુ પ્રગતિશીલ બનશે અને સ્થાનિક ઉદ્યોગોની પ્રગતિ થશે.

