શું છે ભારતનું 'સર્વમ AI'? ગૂગલના CEO પિચાઈ પણ પ્રભાવિત થયા; ChatGPT અને Geminiને આપી રહ્યું છે ટક્કર!

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં, ભારતનું સર્વમ AI લાઈમલાઇટ મેળવી છે. આ એક બેંગલુરુના સ્ટાર્ટઅપનું ઇનોવેશન છે, જેણે ગૂગલના CEO સુંદર પિચાઈને પણ પ્રભાવિત કર્યા છે. સર્વમ AIનો ઉલ્લેખ કરતા તેમણે કર્યું કે કેવી રીતે ભારતીય કંપનીઓએ સ્થાનિક AI મોડેલો વિકસાવવાનું શરૂ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ સ્પષ્ટપણે સૂચવે છે કે અદ્યતન નવીનતા સ્થાનિક સ્તરે મૂળ પકડી રહી છે.

Sarvam-AI1
indiatoday.in

સર્વમ AI શું છે?

સર્વમ AIએ સોમવારે એક મોડેલનું અનાવરણ કર્યું, જેની બાબતે તેમનું કહેવું છે કે તે ભારતની વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કારણે તે ChatGPT અને ક્લાઉડ જેવા AI જાયન્ટ્સને ટક્કર આપતું દેખાઈ રહ્યું છે.

અંગ્રેજી ઉપરાંત, સર્વમ AI ચેટબોટ 22 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે Gemini 3 Pro, ઓપસ 4.5 અને GPT-5.2 જેવા ટોચના AI મોડેલો કરતા ભારતીય ભાષાઓ માટે વધુ સારી ચોકસાઈનો દાવો કરે છે. ‘AI ફોર ઓલ ફ્રોમ ઈન્ડિયાટેગલાઇન સાથે, સર્વમનો દાવો છે કે, તે એક એવું ભવિષ્ય બનાવી રહ્યું છે, જ્યાં ભારતમાં દરેક માટે AI સુલભ હશે.

Sarvam-AI2
hindi.news24online.com

સ્ટાર્ટઅપની વેબસાઇટ પર લખ્યું છે કે, ‘અમે ઇચ્છીએ છીએ કે ભારત આપણા સમયના સૌથી મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ પરિવર્તનોને આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારે. અમારું લક્ષ્ય છે- મૂળભૂત ઘટકો બનાવવાનું અને તેમને દેશની જરૂરિયાતો અનુસાર લાગૂ કરે. એટલે અમે એક ફૂલ-સ્ટેક AI પ્લેટફોર્મ બનાવ્યું છે, જેને પૂરી રીતે ભારતમાં બનાવવામાં આવ્યું અને આ અહીથી ચાલશે. સર્વમ AIની સ્થાપના ઓગસ્ટ 2023માં વિવેક રાઘવન અને પ્રત્યુષ કુમારે કરી હતી.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.