રાજનીતિમાં મોટાભાગના નેતાઓ દેશ નહીં, પોતાનું ભવિષ્ય બનાવે છે

(ઉત્કર્ષ પટેલ)

રાજનીતિમાં સ્વાર્થ અને સમર્પણ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. રાજનીતિ એક એવું ક્ષેત્ર છે જે સમાજના હિત માટે શક્તિ અને જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મોટેભાગે તે સ્વાર્થ અને વ્યક્તિગત લાભનું માધ્યમ બની જાય છે. વિશ્વભરમાં અને ભારતમાં પણ રાજનીતિમાં એવા નેતાઓની સંખ્યા મહત્તમ છે જેઓ દેશ કે સમાજના ભવિષ્યને બદલે પોતાના રાજકીય અને વ્યક્તિગત ભવિષ્યને પ્રાથમિકતા આપે છે. આ વાસ્તવિકતા રાજનીતિ પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટાડે છે. જોકે ઈતિહાસ અને વર્તમાનમાં એવા રાજનેતાઓ પણ છે જેમણે પોતાની જાતને દેશ અને સમાજના હિત માટે સમર્પિત કરી છે. આવા નેતાઓને ઓળખવા અને તેમને સમર્થન આપવું એ આપણી જવાબદારી છે.

Photo-(2)-copy

રાજનીતિમાં સ્વાર્થનો પ્રભાવ આજનો નથી. વૈશ્વિક સ્તરે ઘણા નેતાઓએ સત્તાનો ઉપયોગ વ્યક્તિગત લાભ, શક્તિના દુરુપયોગ તથા આર્થિક હિતો માટે કર્યો છે. ભારતમાં પણ આઝાદી પછીના દાયકાઓમાં રાજકીય ભ્રષ્ટાચાર, હીન કક્ષાની રાજનીતિ અને જાતિ ધર્મ આધારિત રાજકારણે લોકોના મનમાં અનેકે પ્રશ્નો, અવિશ્વાસ અને નિરાશા જન્માવી છે. આવા સંજોગોમાં જ્યારે જૂજ નેતાઓ દેશના વિકાસ અને સમાજના ઉત્થાન માટે કામ કરે છે ત્યારે તેમનું યોગદાન વધુ મહત્ત્વનું બની જાય છે.

વર્તમાન ભારતીય રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘણા લોકો દેશહિતને પ્રાથમિકતા આપનારા નેતાઓ તરીકે જુએ છે. તેમની નીતિઓ, નિર્ણયો અને કાર્યશૈલીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહે  છે. આ નેતાઓની પ્રશંસા અને ટીકા બંને થાય છે જે રાજનીતિની આટીઘૂટી દર્શાવે છે. દરેક નેતાની નીતિઓ અને નિર્ણયોનું નિષ્પક્ષ મૂલ્યાંકન જરૂરી છે.

01

રાજનીતિમાં સારા નેતાઓને ઓળખવા માટે નાગરિકોએ સજાગ અને જાગૃત રહેવું પડે છે. નેતાની નીતિઓ, તેમનું વિઝન, પારદર્શિતા અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જેવા પરિબળોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. માત્ર લોકપ્રિયતા કે ભાષણોના આધારે નહીં પરંતુ તેમના કાર્યો અને પરિણામોના આધારે નેતાઓને ચૂંટવા જોઈએ અને મહત્ત્વ આપવું જોઈએ. નાગરિકો તરીકે આપણે માત્ર ટીકા કરવામાં જ નહીં પરંતુ સકારાત્મક રાજકારણને પ્રોત્સાહન આપવામાં પણ ભાગ લેવો જોઈએ.

આજે રાજનીતિમાં સ્વાર્થ અને સમર્પણ વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ છે. આ સંઘર્ષમાં સમર્પિત નેતાઓને ટેકો આપવો અને રાજકીય પઘટનાક્રમોમાં સક્રિય ભાગીદારી એ દેશના ભવિષ્યને મજબૂત કરવાનો માર્ગ છે. આપણી જાગૃતિ અને સમજદારી જ રાજનીતિને વધુ પારદર્શી અને લોકકેન્દ્રી બનાવી શકે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.