- National
- અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને હટાવી શકે છે. આટલું જ નહીં, અમેરિકા દ્વારા લગાવવામાં આવેલી રેસિપ્રોકલ ડ્યૂટી પણ વર્તમાન 25%થી ઘટાડીને 10-15% વચ્ચે લાવી શકાય છે. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન નાગેશ્વરને કહ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં કદાચ તેનાથી પહેલા અમેરિકા આ પેનલ ટેરિફને હટાવવાનો નિર્ણય લઈ શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, રેસિપ્રોકલ ડ્યૂટી ઓછી થઈને અગાઉના સ્તર પર આવી શકે છે, જેની અપેક્ષા પહેલાથી જ કરવામાં આવી રહી હતી એટલે કે 10-15% સુધી. જો આવું થાય તો તે ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત મળશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત થશે. ટેરિફ હટવાથી ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનોને અમેરિકન બજારમાં સરળતાથી જગ્યા મળશે.
આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં જ ભારતના ચીફ ટ્રેડ નેગોશિએટર અને વાણિજ્ય મંત્રાલયમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે નવી દિલ્હીમાં દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકન ટ્રેડ રિપ્રેઝંટેટીવ બ્રેન્ડન લિંચ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ પ્રશાસને ગયા મહિને ભારતીય નિકાસ પર વધારાના ટેરિફની જાહેરાત કર્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી સામ-સામે વાતચીત હતી.
ટ્રમ્પ સરકારના નિર્ણયથી બનેલી બેવડી સ્તરીય ટેરિફ વ્યવસ્થાએ ભારતીય નિકાસકારો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. કેટલાક ઉત્પાદનો પર ડ્યૂટી 50 ટકા સુધી પહોંચી ગઈ છે. તેની સૌથી વધુ અસર ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગૂડ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ જેવા લેબર ઇન્ટેન્સિવ સેક્ટર પર પડી છે. નિકાસકારોનું કહેવું છે કે, તેનાથી માર્જિન પર ભારે ઘટાડો થયો છે અને પ્રોફિટેબિલિટી પર સીધી અસર પડી છે.
જો અમેરિકા પેનલ ટેરિફ પરત લે છે અને રેસિપ્રોક ડ્યૂટી ઘટે છે, તો ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત મળશે. વિશ્લેષકોનું માનવું છે કે તેનાથી ખર્ચનું દબાણ ઘટશે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ફરીથી સ્થિરતા આવશે.

