અમે બાંગ્લાદેશી 'મિયાઓ' પાસેથી જમીન પાછી લઈશું, UCC લાગૂ કરીશું... ભાજપે આસામમાં 31-વચનોનો ઘોષણાપત્ર બહાર પાડ્યો

બાંગ્લાદેશી 'મિયાઓ' દ્વારા અતિક્રમણ કરાયેલી જમીન પાછી મેળવવા અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગૂ કરવા સહિત 31 વચનોના વચન સાથે ભાજપે આસામ ચૂંટણી માટે તેનો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમે છઠ્ઠા અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ (ST) પ્રદેશોને બાદ કરતા આસામમાં UCC લાગૂ કરીશું. અમે 'લવ જિહાદ' સામે કડક પગલાં લઈશું. અમે આસામને પૂરમુક્ત બનાવવાનો પ્રયાસ કરીશું, અને ફક્ત પહેલા 2 વર્ષમાં અમે આ પહેલ પર ₹18,000 કરોડ ખર્ચ કરીશું. અમે આગામી 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ પૂરી પાડીશું. અમે 'એક જિલ્લો, એક મેડિકલ કોલેજ; એક યુનિવર્સિટી; એક એન્જિનિયરિંગ કોલેજ' બનાવવા માંગીએ છે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં, ભાજપે આજે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં મૂળ નિવાસીઓની જમીન, વારસો અને ગૌરવનું રક્ષણ અને  5 લાખ કરોડ રૂપિયાના માળખાગત રોકાણનું પણ વચન આપવામાં આવ્યું છે.

BJP-manifesto
deccanchronicle.com

આસામમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)2026ની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે પોતાનો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો હતો. 'સંકલ્પ પત્ર' જાહેર કર્યા બાદ નાણા મંત્રી સીતારમણે જણાવ્યું હતું કે આસામમાં શાંતિ અને વિકાસની પુનઃસ્થાપના ફક્ત ત્યારે જ શક્ય છે જો આ પ્રદેશમાં સ્થિરતા હશે. આ ઢંઢેરો આસામમાં એક દાયકાના પરિવર્તન પર આધારિત છે. જે કોંગ્રેસ 60 વર્ષના સમયગાળામાં પણ કરી શકી નથી.  'સંકલ્પ પત્ર' ના વિમોચન દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી સીતારમણની સાથે-સાથે સર્બાનંદ સોનોવાલ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સૈકિયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીએ પૂર્વોત્તર ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસ પર કોઈ ધ્યાન આપ્યું નથી. આસામમાં શાંતિ અને વિકાસની પુનઃસ્થાપના ત્યારે જ વાસ્તવિકતા બનશે જ્યારે અહીં સ્થિરતા આવશે. રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન તકોમાં ખૂબ વધારો જોવા મળ્યો છે; આ કારણે, આસામના યુવાનો હવે તેમના ગૃહ રાજ્યમાં પાછા ફરવા લાગ્યા છે.

BJP-manifesto
indiatvnews.com

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું હતું કે, ‘કોંગ્રેસની નીતિઓને કારણે, આસામ 32 વર્ષથી AFSPAના પડછાયા હેઠળ રહેવા માટે મજબૂર હતું; જોકે, ભાજપ સરકારે સુનિશ્ચિત કર્યું કે, આ જતદાને મોટાભાગના રાજ્યોમાંથી હટાવી લેવામાં આવે.

'સંકલ્પ પત્ર' પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી સોનોવાલે કહ્યું કે, ‘'સંકલ્પ પત્ર' બનાવવા પાછળનો તર્ક એ છે કે અમે આસામના દરેક ખૂણાના લોકો સુધી પહોંચ્યા. અમે  ઘરે-ઘર ગયા અને આગામી કાર્યકાળમાં શું કરવાનું છે એ માટે સૂચનો માંગ્યા અને તેને એકત્રિત કર્યા. આ દસ્તાવેજના આધાર પર એટલે કે, આસામના લોકોના સૂચનોના આધારે અમે ત્રીજા કાર્યકાળમાં કાર્ય કરીશું. તેમણે જણાવ્યું કે 300,000 થી વધુ લોકોએ તેમના સૂચનો આપ્યા છે. આસામની 126 વિધાનસભા બેઠકો માટે મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે, જ્યારે મત ગણતરી 4 મેના રોજ થશે.

About The Author

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.