વીજળી ગુલ થતા થયા પરેશાન, પોલ પર ચઢીને ધારાસભ્યએ અધિકારીઓનો પાવર કટ કરી નાખ્યો

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝાબરેડા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્ર જાતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ પોતે વીજ પોલ પર ચઢીને પાવર કટ કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ રહી છે. આ કારણે તેમણે પોતે વીજળી કાપી નાખી.

Virendra-Jati1
facebook.com/watch/VirendraJaatti

કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્ર જાતીએ આરોપ લગાવ્યો કે તેમના વિસ્તારમાં દરરોજ જણાવ્યા વિના 5-8 કલાક ત વીજળી ગુલ થઈ રહી છે, જેના કારણે જનતાને ભારે પરેશાની થઈ રહી છે અને વ્યવસાયિક નુકસાન થઈ રહ્યું છે. વીજળી ગુલ થવાથી ગુસ્સે થઈને ધારાસભ્ય વીરેન્દ્ર જાતી વીજ પોલ પર ચઢી ગયા અને વિભાગના 3 અધિકારીઓના ઘરની વીજળી કાપી નાખી. વીજળી વિભાગે રૂડકી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં વીજળી કાપવા બદલ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે 3 લોકોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા તેમાં વીજળી વિભાગના મુખ્ય એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે.

ધારાસભ્ય વીરેન્દ્ર જાતી તેમના સમર્થકો, એક સીડી અને કાપવાના કેટલાક સાધનો સાથે રૂડકી પહોંચ્યા હતા. તેઓ પહેલા બોટ ક્લબમાં સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર વિવેક રાજપૂતના સત્તાવાર નિવાસસ્થાનની બહાર એક વીજ પોલ પર ચઢી ગયા અને તેમના ઘરનો વીજ પુરવઠો કાપી નાખ્યો. ત્યારબાદ, ધારાસભ્ય તેમના કાફલા સાથે, મુખ્ય એન્જિનિયર અનુપમ સિંહ અને એક્ઝિક્યૂટિવ એન્જિનિયર વિનોદ પાંડેના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના વીજ કનેક્શન પણ કાપી નાખ્યા.

ધારાસભ્ય વીરેન્દ્ર જાતીએ આરોપ લગાવ્યો કે તેમના વિસ્તારમાં જણાવ્યા વિના દરરોજ 5-8 કલાક વીજળી ગુલ થઈ રહી છે, જેના કારણે જનતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને વ્યવસાયિક નુકસાન પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ 10 દિવસથી વિભાગ સમક્ષ વીજળી ગુલ થવાનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

Virendra-Jati2
facebook.com/watch/VirendraJaatti

જાતીએ કહ્યું કે અધિકારીઓ માત્ર એક કલાકના વીજળી ગુલ થવાથી પરેશાન થઈ ગયા, જ્યારે જનતાને દરરોજ કલાકો સુધી વીજળી વિના પરેશાન થઈ રહી છે. ધારાસભ્ય સામે વિભાગની ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જાતીએ યોગ્ય શટડાઉન વિના વીજ લાઇન કાપી નાખી હતી, જેના કારણે મોટો અકસ્માત થઈ શકતો હતો. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ન માત્ર નિયમોનું ઉલ્લંઘન હતું, પરંતુ સરકારી કામમાં સીધી દખલગીરી પણ હતી.

About The Author

Top News

UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં અગાઉના આંકડાઓની સરખામણીમાં 18 લાખ 84 હજાર મતદારોનો...
National 
UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

જો તમે તમારી કાર કે અન્ય કોઈ વાહનનો થર્ડ-પાર્ટી વીમો રિન્યૂ કરવાનું ભૂલી ગયા હોવ અને નેશનલ હાઈવે પર મુસાફરી...
National 
ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

મધ્યપ્રદેશમાં, 2થી વધુ બાળકો ધરાવતા લોકો પણ સરકારી નોકરી માટે પાત્ર રહેશે. બુધવારે મંદસૌરના ગાંધી સાગર ખાતે CM ...
National 
હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

સોનામાં ભેળસેળ કરવાનો 'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?

સોનામાં ભેળસેળ કરવાની એક નવી પદ્ધતિ સામે આવી છે, જેની ઓળખ સામાન્ય તપાસમાં પકડવી મુશ્કેલ છે. સોનામાં ભારે ધાતુઓનો...
Business 
સોનામાં ભેળસેળ કરવાનો  'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.