ઇમરાન ખાનની જેલમાં પણ મોજ, મળી રહી છે આ ખાસ સુવિધા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને અટક જિલ્લા જેલમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઈમરાન ખાનની જેલની મુલાકાત પર આવેલા એક મોટા અધિકારી સામે પણ પોતાની સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. જેલના અધિકારીઓ મુજબ ઈમરાન ખાનને જેલમાં કોઈ પરેશાની નથી. અટક જેલના ચીફે સોમવારે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને એક લિસ્ટ સોંપી છે, જેમાં ઈમરાન ખાનને મળી રહેલી સુવિધાઓ બાબતે બતાવવામાં આવ્યું છે.

આ લિસ્ટ મુજબ, ઈમરાન ખાનને જેલમાં દેશી ઘીમાં બનાવેલું ચિકન અને મટન આપવામાં આવી રહ્યું છે. આ અગાઉ રવિવારે પંજાબ મહાનિર્દેશક (IG) જેલ મિયાં ફારૂક નજીર ઈમરાન ખાનને મળવા માટે જેલ ગયા હતા અને તેમણે ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓની જાણકારી લીધી હતી. ઈમરાન ખાનને આ મહિનાની શરૂઆતમાં તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 3 વર્ષની જેલ સંભળાવવામાં આવી હતી.

જેલના અધિકારીઓ મુજબ, અધિકારીએ ઈમરાન ખાનની પ્રાઇવસી સુનિશ્ચિત કરવા માટે આ વાતની સમીક્ષા કરી કે તેમના બેરકમાં કેમેરા ક્યાં ક્યાં લગાવવામાં આવ્યા છે. એક અખબારના રિપોર્ટ મુજબ, જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરાન ખાનને જેલ કાયદા મુજબ, એક પલંગ, ઓશિકુ, ગાદલો, ખુરશી અને કુલર આપવામાં આવ્યા છે. તેમને એક પંખો, નમાજ માટે એક રૂમ, અંગ્રેજીમાં અનુવાદ કરેલી કુરાનની એક કોપી, પુસ્તકો, એક અખબાર, થર્મસ, ખજૂર, મધ, ટિશુ પેપર અને અત્તર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, ઈમરાન ખાને નજીર સાથે મુલાકાત દરમિયાન અટક જિલ્લા કારાગારમાં તેમને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, ખાનના નવા શૌચાલયમાં પશ્ચિમી શૈલીની ટોઇલેટ સીટ, એક વોશ બેસિન, સાબુ, એર ફ્રેશનર, રૂમાલ અને ટિશુ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાને ચિકિત્સકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 5 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી દરેક ડૉક્ટર 8 કલાક કામ કરે છે.

ઈમરાન ખાન માટે IG જેલની મંજૂરીથી ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ડૉક્ટર દ્વારા તેમની તપાસ કર્યા બાદ એક વિશેષ ટીમ તેમને ભોજન ઉપલબ્ધ કરાવે છે. ઈમરાન ખાનની પત્ની અને પાર્ટીએ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને અતિરિક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. PTI કોર કમિટીનો દાવો હતો કે ખાનને ઘરથી ભોજન અને પાણી માગવાના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેણે ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની આશંકા વ્યક્ત કરી.

Related Posts

Top News

સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

ગરમીની રજાઓ બાળકો માટે મોજમસ્તી, આરામ અને તાજગી લાવવાનો સમય હોય છે. પરંતુ ઘણીવાર વધુ છૂટછાટને લીધે જ્યારે સ્કૂલ...
Charcha Patra 
સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

પાકિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે કે બલુચિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ છે એક અલગ...
National 
બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન  માટે કૅન્સર સામેની લડત માત્ર નીતિ કે કાર્યક્રમ જ નહીં પરંતુ  આ તેમની જીવનભરની કૌટુંબિક...
Charcha Patra 
કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન...
National  Politics 
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.