સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ તો એ પહેલાં જ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા. હવે સવાલ એ છે કે કતારગામ વિધાનસભાની બેઠક પર ચૂંટણી હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

કતારગામ વિધાનસભામાં ભાજપના વિનુ મોરડીયાને 120505 મત મળેલા અને ગોપાલને 55878 મત મળેલા અને 66629 મતથી ઇટાલિયાની હાર થઇ હતી. કતારગામ બેઠક પર પાટીદાર અને પ્રજાપતિ મતદારોનું વર્ચસ્વ છે.

વિસાવદરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં AAPના ભૂપત ભાયાણીને 66210 મત મળેલા અને તેમની જીત થઇ હતી. એ પછી તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી થયેલી.

ગોપાલ ઇટાલિયાએ આમ તો ઘણા સમયથી વિસાવદર પર મહેનત શરૂ કરી છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને આ વખતે આમ આદમી પાર્ટીને પછડાટ આપવા પર ફોકસ કરી રહ્યા છે એટલે ઇટાલિયાને થોડી મુશ્કેલી આવી શકે છે.

Related Posts

Top News

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.