- Relationship
- 700 પુરુષો સાથે બનાવ્યા સંબંધ, પરંતુ મને અફસોસ નથી, ટીવી સ્ટારનો ખુલાસો
700 પુરુષો સાથે બનાવ્યા સંબંધ, પરંતુ મને અફસોસ નથી, ટીવી સ્ટારનો ખુલાસો
એક રિયાલિટી ટીવી સ્ટારે પોતાના સેક્સ એડિક્શનને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે માન્યું કે 700 કરતા વધુ પુરુષો સાથે તે શારીરિક સંબંધ બનાવી ચુકી છે. ટીવી સ્ટારે એવુ પણ જણાવ્યું કે, તેની અંદર પોતાના સેક્સ એડિક્શનને લઈને કોઈ શરમ કે છોછ નથી. આ રિયાલિટી ટીવી સ્ટારનું નામ બેલિંડા લવ રાયગિયર છે. તે વર્ષ 2017માં આવેલા ફેમસ ઓસ્ટ્રેલિયન શો The Bachelorમાં પોતાના રોલ માટે જાણીતી છે.

તેણે પોતાના જીવનના એક એવા સમય વિશે જણાવ્યું જ્યારે તે અઠવાડિયાના છ દિવસ રોમાન્સ માટે કોઈ સાથીને શોધતી ફરતી હતી. રેડિયો શો You’re Grub Mateમાં 38 વર્ષીય બેલિંડાએ કહ્યું કે- બધુ સામાન્ય થયા બાદ મને મારી આ સેક્સ સમસ્યા વિશે જાણકારી મળી. સૌથી મોટો પ્રશ્ન મારા રિલેશનશિપ્સની સાથે હતો. હું તે સમયે ખરાબ પુરુષોની સંગતમાં હતી.

બેલિંડાએ આઠ વર્ષ પહેલા જ પોતાના એડિક્શન પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ તે ટીવી સ્ટારમાંથી રિલેશનશિપ ગુરુ બની ગઈ. તેણે કહ્યું- રિકવરી બાદ મને એ વાતનો અહેસાસ થયો કે કેટલાક જુના ઘાવના કારણે મારી અંદર સેક્સ એડિક્શન આવ્યું હતું. ટીવી સ્ટારે કહ્યું કે, તેને તો એ પણ યાદ નથી કે તેણે કેટલા પુરુષો સાથે સંબંધ બનાવ્યા છે.

બેલિંડાએ આખરે જણાવ્યું કે, આ સંખ્યા 700 કરતા પણ વધુ હશે. પરંતુ, ટીવી સ્ટારે કહ્યું કે, તે સેક્સુઅલ પાર્ટનર્સના આ આંકડાથી શરમ નથી અનુભવતી. ટીવી સ્ટારે આગળ જણાવ્યું કે, હું જે સાંભળવા માંગતી હતી પુરુષો એ જ વાત કહેતા હતા. તે લોકો આ બાબતમાં ખૂબ જ સારા છે. સેક્સ કરતા વધુ આ બધુ એક સુંદર એહસાસ અને પ્રેમના નામે હતું.

ટીવી સ્ટારે અંતમાં કહ્યું કે- આપણી સોસાયટીનું સ્તર ખૂબ જ નીચે જઈ રહ્યું છે. આપણે લોકો સેક્સનો ઉપયોગ ખૂબ જ ખોટા મતલબ માટે કરી રહ્યા છીએ જે માત્ર ક્ષણિક સુખ છે. તે કહે છે- હું હવે એની સાથે જ ટાઈમ વિતાવીશ જેની સાથે હું કોઈ કનેક્શન ફીલ કરીશ.

