કોર્પોરેટરે સુરતમાં હાર્દિક પટેલની રેલી કાઢવા માગી મંજૂરી, જુઓ PIને લખેલો પત્ર

કોરોના વાયરસના કહેર વચ્ચે આજે BJPના નવા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સત્કાર માટે શહેરમાં એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે શહેર પોલીસ દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે. BJP પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સત્કાર માટે રેલીને પરવાનગી મળતા શહેરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સ્વાગત માટે રેલી તેમજ ત્યારબાદ સત્કાર સમારંભ માટે શહેર પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી છે. આ માટે સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સરથાણા પોલીસ સ્ટેશનના PIને પત્ર લખીને સુરતમાં 2જી ઓગસ્ટને રવિવારના રોજ હાર્દિક પટેલના સ્વાગત માટે સરથાણા જકાતનાકાથી મિનિબજાર થઈ માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યોગી ચોક સુધી રેલીનું આયોજન ત્યારબાદ યોગીચોક ખાતે સરદાર ફાર્મમાં સત્કાર સમારોહના આયોજન માટે પરવાનગી માગવામાં આવી છે.

હાર્દિક પટેલના સત્કારમાં રેલી તેમજ સમારંભના આયોજન માટે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નીતિ-નિયમોનું પણ પાલન કરવાની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, BJPના પ્રદેશ અધ્યક્ષને જે રીતે રેલી માટે પરવાગની આપવામાં આવી છે, તે જ રીતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની રેલીનું આયોજન કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.

Image may contain: 2 people, text

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સત્કાર માટે રેલી તેમજ સમારંભ માટે પરવાનગી માગતા સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા પરવાનગી માગતો સરથાણા પોલીસ PIને જે પત્ર લખવામાં આવ્યો છે, તેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી તારીખ 2/8/2020ને રવિવારના દિવસે ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલની રેલી તેમજ સરદાર ફાર્મ ખાતે સત્કાર સમારોહની પરમિશન આપશો તેવી આશા રાખુ છું અને જેનો રૂટ સરથાણા જકાતનાકાથી મીની બજાર માનગઢ ચોક ખાતે આવેલ સરદાર ફાર્મમાં સત્કાર સમારોહનું આયોજન કરેલ છે.

તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસ સામે સરકારી તંત્ર દ્વારા જે નીતિ-નિયમો બનાવવામાં આવેલ છે તેની તકેદારી રાખવામાં આવશે. તેમજ સત્કાર સમારોહ અને સ્વાગત રેલીમાં સરકારી તંત્ર દ્વારા જે નીતિ-નિયમો આપશે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. આશા રાખુ છું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીને પરમિશન આપવામાં આવી તેવી જ રીતે અમોને પરમિશન આપશો તેવી આશા રાખુ છું.

About The Author

Related Posts

Top News

પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

દુનિયાનો દરેક ક્રિકેટરની ઈચ્છા IPLમાં રમવાની હોય છે. તેની પાછળનું કારણમાં અહી મળતા પૈસા અને આ T20 લીગનું હાઇ-ક્લાસ...
Sports 
પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?

દિલ્હીની એક કોર્ટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે દાખલ કરાયેલી માનહાનિની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજીને ‘Floccinaucinihilipilification’ (ફ્લોસીનાઉસિનીહિલિપિલિફિકેશન)...
National 
નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?

લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

મધ્યપ્રદેશના રતલામમાં ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારની 1.5 લાખ રૂપિયાની લાંચ...
National 
લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

ભારતમાં EV સ્કૂટર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ છે. સિમ્પલ એનર્જીનું નવું સિમ્પલ અલ્ટ્રા એક જ ચાર્જ પર 400 Kmની...
Tech and Auto 
એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.