- Sports
- ગ્લેન મેક્સવેલ આ વખતે હરાજીમાં ભાગ નહીં લે; શું તે IPLમાંથી નિવૃત્તિ લઇ લેશે? આ રહ્યા કારણો
ગ્લેન મેક્સવેલ આ વખતે હરાજીમાં ભાગ નહીં લે; શું તે IPLમાંથી નિવૃત્તિ લઇ લેશે? આ રહ્યા કારણો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઘણી યાદગાર સીઝન રમ્યા પછી, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ વર્ષની IPL હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ફાફ ડુ પ્લેસિસ અને આન્દ્રે રસેલના નામ પાછું ખેંચ્યા પછી, મેક્સવેલનું નામ પાછું ખેંચવું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ઘણા લોકો માને છે કે, 37 વર્ષીય મેક્સવેલની IPL કારકિર્દીનો આ અંત છે, કારણ કે તે આવતા વર્ષે 38 વર્ષનો થશે અને વારંવાર ઇજાગ્રસ્ત પણ રહ્યો છે. પરિણામે, તે ફરી ક્યારેય IPLમાં રમશે તેવી શક્યતા નથી. 2019 પછી આ પહેલી વાર છે કે મેક્સવેલ IPLનો ભાગ નહીં હોય.
જોકે મેક્સવેલે IPL હરાજીમાંથી ખસી જવાના પોતાના કારણો પણ બતાવ્યા હતા, તેમણે એક પોસ્ટ શેર કરી, જેમાં કહ્યું કે તે તેમના માટે એક મોટો નિર્ણય હતો, પરંતુ તે લીગમાંથી મેળવેલા બધા શિક્ષણ અને અનુભવો માટે ખૂબ આભારી છે.
https://www.instagram.com/p/DRv8MROk0r2/
મેક્સવેલે કહ્યું કે, IPLએ તેમને ખેલાડી અને વ્યક્તિ બંને તરીકે સન્માનિત કર્યા છે. તેમણે વિશ્વ કક્ષાની ટીમો અને ખેલાડીઓ સાથે રમવાનું, એક મહાન ફ્રેન્ચાઇઝનું પ્રતિનિધિત્વ કરવાનું અને ઉત્સાહી ભારતીય ચાહકો સામે પ્રદર્શન કરવાનું તેમના કારકિર્દીના મુખ્ય પાસાં ગણાવ્યા. તેમણે કહ્યું કે, ભારતની ઉર્જા, યાદો અને પડકારો હંમેશા તેમની સાથે રહેશે. મેક્સવેલે તેમના સમર્થકોનો આભાર માન્યો અને તેમને જલ્દી જ ફરીથી મળવાની આશા વ્યક્ત કરી.
મેક્સવેલે 141 IPL મેચોમાં 23.88ની સરેરાશથી 2,819 રન બનાવ્યા છે. તેમણે 2012માં દિલ્હી કેપિટલ્સ સાથે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2013માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટાઇટલ જીત્યું હતું. ત્યારપછી, 2014 અને 2017 વચ્ચે પંજાબ કિંગ્સ સાથે તેમનો સમય મુશ્કેલીભર્યો રહ્યો. 2021માં, તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે મોટો કરાર કર્યો. બેંગ્લોરમાં, મેક્સવેલ આખરે પોતાની ક્ષમતા અનુસાર રમત બતાવી હતી, તેમણે તેમના પ્રથમ ત્રણ વર્ષમાં અનુક્રમે 513, 301 અને 400 રન બનાવ્યા.
IPL ટીમોએ મેક્સવેલને ખરીદવા માટે વારંવાર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે, જેની સૌથી વધુ હરાજી કિંમત 2021માં આવી હતી જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના પર રૂ. 14.25 કરોડ ખર્ચ્યા હતા. તે સિઝનમાં, તેણે તેના મોંઘા કરાર પર કદાચ શ્રેષ્ઠ વળતર આપ્યું, 15 મેચમાં 513 રન બનાવ્યા, અને તે પણ લગભગ લગભગ 144ની સ્ટ્રાઇક રેટ સાથે.
પરંતુ અમુક મેચોને છોડી દેતા, મેક્સવેલ ઘણીવાર તેની કિંમતને અનુરૂપ રમતનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. 2018માં, જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને રૂ. 9 કરોડમાં ખરીદ્યો, ત્યારે તે 12 મેચમાં માત્ર 169 રન બનાવી શક્યો. 2024ની સિઝન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માટે વિનાશક રહી, તેણે નવ ઇનિંગ્સમાં માત્ર 52 રન બનાવ્યા, ત્યારપછી RCBએ તેને સિઝનના અંતે રિલીઝ કર્યો. IPL 2025માં, તે પંજાબ કિંગ્સ માટે રમ્યો, જેમાં તેણે 7 મેચમાં માત્ર 48 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી.

