વર્લ્ડ કપ ફાઇનલઃ સ્ટેડિયમમાં આ 3 વસ્તુ સિવાય કંઈ નહીં લઈ જતા નહિતર નો એન્ટ્રી

On

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ મેચ જોવા માટે દેશભરના લોકોમાં ભારે થનગનાટ છે. અમદાવાદમાં આવેલા દુનિયામાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખથી વધારે પ્રેક્ષકોની ક્ષમતા છે અને ફાઇનલ મેચનો ઉત્સાહ એવો છે કે એકેય સીટ ખાલી રહેવાની શક્યતા નથી. હવે જ્યારે મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આવવાના હોય તો સ્વાભાવિક રીતે પોલીસનું ટેન્શન વધી જતું હોય છે.

19 નવેમ્બરને રવિવારના દિવસે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેની ફાઇનલ રમાવવાની છે અને અમદાવાદ પોલીસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સવારે 10 વાગ્યાથી સ્ટેડીયમમમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળેલી વિગત મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઇનલ મેચ દરમિયાન તમને પર્સ,ચાવી અને મોબાઇલ સિવાયની કોઇ પણ વસ્તુ મેદાનમાં લઇ જવા દેવામાં આવશે નહીં.

તમારા પર્સની પણ તપાસ કરવામાં આવશે, ખાસ કરીને મહિલાના પર્સમાંથી જો મેકએપનો સામાન નિકળશે તો પોલીસ જમા કરી લેશે. પુરુષોને કાંસકો પણ મેદાનમાં લઇને જવાની પરવાનગી નથી. એટલે સ્ટેડીયમમાં જતા પહેલાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે માત્ર વાહનની ચાવી, મોબાઇલ અને પર્સ સિવાય કશું પણ લઇને જવાની પરવાનગી નથી. તમારી મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે બેનર, ઝંડા, પોસ્ટર લઇને જવાની છૂટ છે, પરંતુ ઝંડો લગાવવા માટે સ્ટિક કે અન્ય વસ્તુ નહીં લઇને જઇ શકશો.

આમ તો 19 નવેમ્બર, રવિવારે બપોરે ફાઇનલ મેચ શરૂ થવાની છે, પરંતુ પ્રેક્ષકોને સ્ટેડીયમમાં સવારે 10 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરી દેવાયો છે. દરેક વ્યકિતનું સ્કેનિંગ કરવામાં આવશે અને પછી જ સ્ટેડીયમમાં પ્રવેશ મળશે. પાણીની બોટલ, ખાણી-પીવાની ચીજવસ્તુ, માવા, પાન સિગારેટ આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ છે.

ખાલિસ્તાનની ધમકી પછી પોલીસ પોસ્ટરની પણ ઝીણવટ પૂર્વક તપાસ કરશે. જો કોઇ વાંધાજનક લખાણ હશે તો સ્ટેડીયમમાં પ્રવેશ નહીં મળશે.

દેશ અને દુનિયા માટે અત્યંત રોમાચંક અને ભારે દબાણ વાળી મેચ હોવાને કારણે પોલીસ સુરક્ષામાં કોઇ કચાશ રાખવા માંગતી નથી. જાણવા મળેલી માહિતી મુજબ એડિશનલ કમિશનરથી માંડીને છેક હોમગાર્ડ સુધીનું આખું સુરક્ષા લેયર ગોઠવી દેવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનથી લઈને ગ્રાઉન્ડની ખુરશી સુધી પ્રેશકો પહોંચે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે

પાર્કિંગ માટે પણ 14 પ્લોટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં કુલ 15000 ટુ વ્હીલર અને 4750 ફોર વ્હીલર પાર્ક થઇ શકશે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.