નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોનીની ટીમ CSKના ઝંડા ન લઇ જવા દેવાયા? જાણો આખો મામલો

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ આ સીઝનની પોતાની અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે મોટી જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ધોની એન્ડ કંપનીએ 230 રન બનાવ્યા હતા, જેમાં ડેવાલ્ડ બ્રેવિસે 23 બૉલમાં 57 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની આખી ટીમ 147 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં, એક ફેને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સ્ટેડિયમની અંદર CSKનો ધ્વજ લઈ જવા દેવામાં આવી રહ્યા નહોતા.

CSK
BCCI

 

ફેન્સને લાગી રહ્યું હતું કે, ધોનીને તેઓ ખેલાડી તરીકે મેદાન પર છેલ્લી વખત જોઈ રહ્યા હોય, આમ પણ ધોની જ્યાં રમે છે, તેના ફેન્સ ત્યાં પહોંચી જ જાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ રવિવારે તેને પીળો રંગ રંગી દેવામાં આવ્યું હતું. મોટાભાગના ફેન્સ CSKની જર્સીમાં જ આવ્યા હતા, પરંતુ આ દરમિયાન એક આરોપ લગાવતી ટ્વીટે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ધોની એન્ડ CSKના ફેને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSKનો ધ્વજ લઈ જવાની મંજૂરી નથી. જોત જોતામાં આ ટ્વીટ વાયરલ થઈ ગઈ.

અન્ય એક ફેને આ જ પોસ્ટનો જવાબમાં લખ્યું કે, શું થશે જો ઘરેલુ ટીમના ઝંડાઓથી વધારે CSKના ઝંડા તેમના પોતાના મેદાનમાં હોય? દરેક જગ્યાએ પીળો રંગ, અહીં સુધી કે અવે ગ્રાઉન્ડ પણ હોમ ગ્રાઉન્ડ જેવું લાગે છે. મને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીટી પણ લઈ જવા દેવામાં આવી નહોતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ અને તે અગાઉની ક્વોલિફાયર 2 મેચ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો, ટીમનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. ટીમ 14 મેચોમાંથી 10 મેચ હારી ગઈ અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી.

CSK
BCCI

 

મેચ બાદ ધોનીએ કહ્યું કે, ‘મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, તેમાં કોઈ ઉતાવળ નથી. મારે મારા શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. જો ક્રિકેટર પોતાના પ્રદર્શનના આધારે સન્યાસ લેશે, તો કેટલાક 22 વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લેશે. હું રાંચી પાછો જઈશ. બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે હું સંન્યાસ લઈ રહ્યો છું, હું એમ પણ કહી રહ્યો નથી કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. આ બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ.’

Top News

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Copyright (c) Khabarchhe All Rights Reserved.