- Sports
- આ 2 BLOએ માત્ર 17 દિવસમાં SIRનું કામ પતાવી દીધું, વર્કલોડ કેવી રીતે મેનેજ કર્યું?
આ 2 BLOએ માત્ર 17 દિવસમાં SIRનું કામ પતાવી દીધું, વર્કલોડ કેવી રીતે મેનેજ કર્યું?
પશ્ચિમ બંગાળ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ચાલી રહ્યું છે. હજારો બૂથ લેવલ ઓફિસરો (BLOs) મતદાર યાદીઓ અપડેટ કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએથી અહેવાલો આવી રહ્યા છે કે ભારે કામના ભારણને કારણે BLOs બીમાર પડી રહ્યા છે. કેટલાકના તો મોત પણ થયા છે, અને કેટલાકે કામના ભારણને કારણે આત્મહત્યા કરી લીધી છે. નોઈડામાં એક BLOએ કામગીરી ન કરી શકવાના દબાણને કારણે પોતાની નોકરી પરથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન બંગાળના બીરભૂમમાં બે BLOએ SIR કાર્ય લગભગ પૂર્ણ કરી દીધું છે.
લવપુરની પૂજા ઘોષ અને સૈંથિયાના અબ્દુલ આલમે માત્ર 17 દિવસમાં પોતાનું કાર્ય લગભગ પૂર્ણ કરી લીધું છે. આજ તકના અહેવાલ મુજબ, લવપુર વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 166ના BLO પૂજા ઘોષ કહે છે કે, ‘મારી પાસે કુલ 1017 મતદારો છે. અત્યાર સુધીમાં 1014 મતદારોની એન્ટ્રી થઈ ચૂકી છે, ફક્ત ત્રણ જ બાકી છે જ્યાં સર્વર 'NOT FOUND' બતાવી રહ્યું છે. ફરિયાદ નોંધાવી દીધી છે. તે પણ ટૂંક સમયમાં થઈ જશે.’
પૂજા ‘નાઇટ વૉરિયર’ છે. તે જણાવે છે કે તેણે મોટાભાગના ફોર્મની એન્ટ્રી રાત્રે જાગી-જાગીને કરી છે. તેણે કહ્યું કે, હું દરરોજ રાત્રે 11:00 વાગ્યે કામ શરૂ કરતી હતી અને 100 થી 150 ફોર્મ દાખલ કરતી હતી. હું ક્યારેક 2:00 વાગ્યા, ક્યારેક 4:00 વાગ્યા સુધી કામ કરતી હતી, દિવસ દરમિયાન સર્વર હેંગ કરતું હતું, પરંતુ રાત્રે નેટવર્ક સ્પષ્ટ રહેતું હતું, એટલે રાત્રે વધુ સરળ હતું.’
જ્યારે પૂછવામાં આવ્યું કે ઘણી મહિલા BLO દબાણ હેઠળ કેમ ભાંગી પડે છે, ત્યારે પૂજા કહે છે, ‘કામને બોજ ન બનાવો. તેને સરળ ગણો, તમારી સુવિધા મુજબ કરો. મેં પણ એવું જ કર્યું. જો તમને ડર લાગે છે, તો કામ વધુ ભારે લાગશે.’ પૂજાને કામની ધગસ એવી છે કે તેણે ઘણા પુરુષ BLOને પાછળ છોડી દીધા છે. તે હસીને સલાહ આપે છે- રાત્રે જાગતા રહો, સર્વર ફાસ્ટ રહે છે. દિવસ દરમિયાન બેસી રહેવાથી કંઈ નહીં થાય.’
તો સૈંથિયા વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 200ના BLO અબ્દુલ આલમે માત્ર 17 દિવસમાં 100% કામ પૂર્ણ કર્યું. અબ્દુલ જણાવે છે કે, ‘મને 4 નવેમ્બરે ફોર્મ મળ્યા. 18-19 નવેમ્બર સુધીમાં, બધું કામ પૂર્ણ થઈ ગયું. કુલ 930 મતદારો હતા, એક પણ બાકી નથી.’ વ્યવસાયે શિક્ષક અબ્દુલ, રાત્રે ભાગ્યે જ જાગી શકતા હતા છે, એટલે તેમની દિનચર્યા અલગ હતી. તેઓ જણાવે છે, ‘હું સવારે 3:00 વાગ્યે ઉઠતો હતો, 8 વાગ્યા સુધી એન્ટ્રી કરતો, પછી શાળાએ જતો રહેતો. 2:30 થી 5:00 વાગ્યા સુધી હું ગામમાં ઘરે-ઘરે જઈને ફોર્મ ભરાવતો, ફોટા પાડતો અને અપલોડ કરતો. બધું જ મારી જાતે કરતો.’
અબ્દુલ કહે છે કે તેના કામ દરમિયાન તેને સૌથી મોટી મદદ મહેસાદહાડી ગામના લોકો તરફથી મળી. તો ગ્રામજનો સાથે-સાથે, BDO, સ્થાનિક વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીએ પણ અબ્દુલની પ્રશંસા કરી છે. ભાજપના જિલ્લા મહામંત્રી જગન્નાથ ચટ્ટોપાધ્યાયે પણ તેમની પ્રશંસા કરી છે.

