- Sports
- વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?
વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?
IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થનારી હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે 1390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 350ને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડી. આ યાદીમાં 224 અનકેપ્ડ ભારતીય અને 14 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેથી આ વર્ષના ખેલાડીઓનો પૂલ વધુ મજબૂત દેખાઇ રહ્યો છે.
હરાજીના પહેલા સેટમાં ભારત અને મુંબઈના બેટ્સમેન પૃથ્વી શૉ અને સરફરાઝ ખાનનો સમાવેશ થાય છે, જેમણે તેમની બેઝ પ્રાઈઝ 75 લાખ નક્કી કરી છે. KKR દ્વારા રીલિઝ કરાયેલા વેંકટેશ ઐયરે હવે આગામી હરાજી માટે પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે.
https://twitter.com/IPL/status/1998241426849865965?s=20
ફ્રેન્ચાઇઝીઓ માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ રહેશે, જેમાં 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે અનામત રહેશે. સૌથી વધુ બેઝ પ્રાઈસ કેટેગરી 2 કરોડ રૂપિયા છે, જેમાં 40 ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું છે. હરાજી મંગળવારે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
KKR પાસે સૌથી મોટું પર્સ 64.3 કરોડ
3 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2026ની હરાજીમાં 64.3 કરોડ રૂપિયાના સૌથી મોટા પર્સ સાથે ઉતરશે. 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પર્સ 43.4 કરોડ રૂપિયાના પર્સ સાથે બીજા ક્રમે છે. એક વખતની IPL ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 25.5 કરોડ રૂપિયાથીના વધુના પર્સ સાથે ત્રીજા નંબર પર છે.
IPL હરાજીમાં આ સ્ટાર ખેલાડીઓ સામેલ
IPL દ્વારા શેર કરાયેલી યાદીમાં 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કેમેરોન ગ્રીન અને જેક ફ્રેઝર-મેકગર્ક સાથે-સાથે ન્યૂઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ ઓપનર ડેવોન કોનવે અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરનો સમાવેશ થાય છે, દરેકની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે.
તાજેતરમાં જ વન-ડેમાંથી નિવૃત્તિમાંથી પરત ફરેલા દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનો ફાઇનલ યાદીમાં તેનો સમાવેશ થયો છે. ડી કોક 1 કરોડના બેઝ પ્રાઈઝ સાથે મોડેથી સામેલ થયો હતો. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સ્મિથ છેલ્લે 2021માં IPL રમ્યો હતો.
કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓની આખું વિવરણ
કેપ્ડ ભારતીય- 16
કેપ્ડ વિદેશી- 96
અનકેપ્ડ ભારતીય- 224
અનકેપ્ડ વિદેશી- 14
કુલ - 350
બેઝ પ્રાઇઝ અનુસાર ખેલાડીઓની સંખ્યા
રિઝર્વ પ્રાઇઝ (લાખમાં) ખેલાડીઓની સંખ્યા
200-40
150-9
125-4
100-17
75-42
50-4
40-7
30-227
કુલ– 350.

