કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં દિલ્હીની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ હારી ગઈ. કોલકાતાએ તેને 14 રનથી હરાવી દીધી. આ મેચ બાદ, મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ. જ્યાં મેચ સમાપ્ત થયા બાદ થોડી ક્ષણમાં જ, દિલ્હી કેપિટલ્સનો સ્પિનર ​​કુલદીપ યાદવ લાઇવ ટીવી પર KKRના બેટ્સમેન રિંકુ સિંહને 2 વખત લાફા મારતો જોવા મળ્યા.

આ ઘટના ત્યારે થઈ જ્યારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશન માટે ઉભા થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં, કુલદીપ, રિંકુ અને કેટલાક અન્ય ખેલાડીઓ મેચ બાદ હસતા નજરે પડી રહ્યા છે. પરંતુ પછી અચાનક લેગ સ્પિનર ​​કુલદીપે રિંકુને લાફો મારી દીધો, એક ક્ષણ માટે એવું લાગ્યું કે આ બધુ મજાકમાં થયું હશે. પરંતુ તે રિંકુને સારું ન લાગ્યું, આ જોઈને તે હેરાન લાગ્યો. ત્યારબાદ કુલદીપે ફરી તેને લાફો માર્યો. પરંતુ આ વખતે રિંકુ ગુસ્સામાં દેખાયો.

જો કે ક્લિપમાં કોઈ ઓડિયો નથી, એટલે કુલદીપની હરકત પાછળનો સંદર્ભ જાણી શકાયો નથી. ન તો કોમેન્ટેટરોએ મેચ બાદ પોતાના વિશ્લેષણ દરમિયાન પણ આ ઘટના બાબતે કંઈ કહ્યું. પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ કુલદીપથી નારાજ દેખાયા. તેમણે તેને કુલદીપનો સૌથી ખરાબ વ્યવહાર ગણાવ્યો, જ્યારે કેટલાકે તો BCCIને કુલદીપને બેન કરવાની  માગ પણ કરી નાખી.

યાદ આવ્યો શ્રીસંત-ભજજીનો થપ્પડકાંડ

વર્ષ 2008ની IPLમાં શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે થપ્પડકાંડ એક ચર્ચિત ઘટના હતી. ત્યારે હરભજન સિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો, ત્યારબાદ હરભજન સિંહને આખી સિઝન માટે બેન કરી દીધા હતા. એ સીઝનમાં હરભજન સિંહ મુંબઈ ઇન્ડિયન્સ માટે અને શ્રીસંત કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમતા હતા. એ મેચ દરમિયાન આ બંને મેદાન પર બહેસ થઈ ગઈ, જે બાદમાં લાફા સુધી પહોંચી ગઈ. હરભજન સિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો, આ ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી.

kuldeep
x.com/dharma_watch

દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં શું થયું?

જ્યારે અક્ષર પટેલની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે દિલ્હીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેજબાની કરી હતી, ત્યારે તેઓ પ્લેઓફમાં પોતાની જગ્યા પક્કી કરવાથી માત્ર 2 જીત દૂર હતા. પહેલા બેંગ્લોર અને હવે કોલકાતા સામે સતત 2 મેચ રમ્યા બાદ, દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરથી સરકીને ચોથા નંબરે સરકી ગઈ છે. આ મેચમાં કોલકાતાએ 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવવામાં સફળ રહી હતી. તો રનચેઝ કરતા, દિલ્હીએ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા હતા. ફાફ ડુ પ્લેસિસ (62) અને અક્ષર પટેલ (43)એ ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કાઈને ટીમને જીતની રેસમાં બનાવી રાખી. ત્યારબાદ સુનિલે (3/29) મહત્ત્વપૂર્ણ સમયે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને દિલ્હીની ઇનિંગને ટ્રેક પરથી ઉતારી દીધી, જેના કારણે મેજબાન ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી અને અરુણ જેટલી સ્ટેડિયમમાં 4 ઘરેલુ મેચોમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો.

About The Author

Related Posts

Top News

ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો...
Politics 
ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.