મોહમ્મદ શમીએ કરાવી સર્જરી, સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી, 4 ફોટા શેર કર્યા

લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીએ આખરે પોતાની સર્જરી કરાવી લીધી છે. મોહમ્મદ શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. ભારતીય સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેને સાજા થવામાં સમય લાગશે. પોતાની ઈજા અંગે અપડેટ આપતા મોહમ્મદ શમીએ કહ્યું કે તેની હીલનું ઓપરેશન સફળ રહ્યું છે.

ભારતના આ સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું હતું કે, 'હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. મોહમ્મદ શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ થયેલો જોવા મળે છે.

એડીની સર્જરીને કારણે તે IPL 2024માંથી પણ બહાર થઇ ગયો છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો padyo છે. મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો, તે ભારત માટે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.

શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે ખુબ જ સરસ પ્રદર્શન કર્યું હતું, તેના પગની એડીમાં દર્દ હોવા છતાં, તે આ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી.

પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. હાલમાં જ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 T-20 વિકેટ લીધી છે.

શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.

મોહમ્મદ શમીની સમગ્ર IPL કારકિર્દી વિસ્ફોટક રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.

સર્જરી પહેલા મોહમ્મદ શમીએ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ની ભલામણ પછી લંડનમાં નિષ્ણાતોનો અભિપ્રાય માંગ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, રાંચીમાં ઈંગ્લેન્ડ સામેની જીત પછી ભારતીય ટીમને ચાર દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે. તેઓ પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે 3 માર્ચે ધર્મશાળામાં ફરી ભેગા થશે, જે 7 માર્ચથી શરૂ થવાની છે. ભારત હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે.

Top News

દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

કેરી માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં આંબાનું એક અજાયબ ઝાડ આવેલું છે અને 1400 વર્ષ જુનું છે. આ આંબાને ઝાડને ચાલતો...
Gujarat 
દેશમાં ગુજરાતમાં એક માત્ર આંબો એવો છે જે ચાલે છે, 1400 વર્ષમાં 20 ફુટ આગળ ગયો

GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી    GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો...
Gujarat 
GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-05-2025 દિવસ: સોમવાર મેષ: તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે, જેના કારણે તમે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.