BCCIએ કેટલાક નિયમો બદલીને IPL 2025નો રોમાન્ચ વધાર્યો, શમીએ વિશેષતા બતાવતા કહી મોટી વાત

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું માનવું છે કે, IPL 2025માં બૉલ પર લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાના BCCIના પગલાએ T20 લીગમાં બેટ અને બૉલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કર્યું છે જે લાંબા સમયથી બોલરો માટે કબ્રસ્તાન બની ગયો છે.  IPL વર્તમાન સીઝન શરૂઆત અગાઉ, BCCIએ બૉલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને રાત્રિની મેચોમાં ઝાકળનો સામનો કરવા માટે '2 બોલ' નિયમ રજૂ કર્યો હતો, જેથી બૉલિંગ નિયમોમાં ફેરફાર માટે વકીલાત કરી રહેલા બૉલરોને ખૂબ રાહત મળી હતી.

shami
english.mathrubhumi.com

 

શમી શમીએ JioHotstar પર કહ્યું કે, લાંબા સમયથી નિયમો બેટ્સમેનોના પક્ષમાં રહ્યા છે, પરંતુ હવે આખરે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે. કોવિડ બાદ લાળના ઉપયોગ પર પ્રતિબંધને કારણે બૉલને રિવર્સ સ્વિંગ કરાવવાનું મુશ્કેલ બન્યું હતું, પરંતુ તેને હટાવ્યા બાદ બૉલરોને આખરે થોડું સ્વિંગ પાછું મળી શકે છે.  સાથે જ, ભીના બૉલને બદલી શકવું ફાયદાકારક સ્થિતિ છે. સૂકો બૉલ વધુ સારી પકડ અને તકો આપે છે, ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં. શમીએ કહ્યું કે ઇજાઓ ફાસ્ટ બૉલરના જીવનનો એક હિસ્સો છે.

shami2
indiatoday.in

 

તેણે કહ્યું કે મને સ્વસ્થ થવામાં 14 મહિના લાગ્યા અને તે સરળ નહોતું, ખાસ કરીને ઘરેલુ કરિયર દરમિયાન મેં જે પડકારોનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં લેતા. લય અને યોગ્ય માનસિકતા કેળવવી મુશ્કેલ હતી. આ ફાસ્ટ બોલરે કહ્યું કે, 2023માં મને અચાનક ઈજાગ્રસ્ત થઈ. એટલે મેં શક્ય તેટલી વધુ સ્થાનિક મેચ રમવાનો નિર્ણય લીધો.12 કે 13 મેચ રમી. ઇંગ્લેન્ડ સીરિઝ સાથે-સાથે, તેણે મને મારો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ મળી. પ્રદર્શનની વાત આવે ત્યારે મેં હંમેશાં મારું સર્વશ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.