મધ્ય પ્રદેશના CM કાફલાની 19 ગાડીઓ અચાનક કેમ બંધ પડી ગઇ, કારણ ચોંકાવનારુ છે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને શુક્રવારે રતલામ એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું, ગુરુવારે મોડી રાત્રે તેમનો કાફલો નિકળ્યો હતો અને તેમના કાફલાની 19 કાર માટે એક પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવવામાં આવ્યું હતું. પરંતુ કાફલો થોડો આગળ ગયો ત્યાં એક પછી એક કાર બંધ થવા માંડી હતી. જેને કારણે અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. કારને ધક્કા પણ મારવા પડ્યા, પરંતુ કાર ચાલું ન થઇ. આખરે જયાં ડીઝલ પુરાવેલું તે પેટ્રોલ પંપ પર તપાસ કરી તો  ડીઝલમાં પાણી મિક્સ થયું હોવાનું માલુમ પડ્યું . પંપને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યો હતો. ઇંદોરથી બીજી 19 ઇનોવા કારની વ્યવસ્થા કરીને કાફલો આગળ વધ્યો હતો.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.