- Business
- ‘6 મહિનામાં 50 ટકા તૂટ્યો...’, 3 રૂપિયાનો છે શેર, હવે તેને ખરીદવાની રેસમાં સૌથી આગળ અદાણી
‘6 મહિનામાં 50 ટકા તૂટ્યો...’, 3 રૂપિયાનો છે શેર, હવે તેને ખરીદવાની રેસમાં સૌથી આગળ અદાણી

નાદાર કંપની જયપ્રકાશ એસોસિએટ્સને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ સૌથી આગળ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે જેપી એસોસિએટ્સ હાલમાં નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે તેને ખરીદવા માટે 12,500 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે અદાણી ગ્રુપે કોઈપણ પૂર્વશરત વિના 8000 કરોડ રૂપિયાથી વધુની એડવાન્સ રકમ ચૂકવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે, ડાલમિયા ગ્રુપ તરફથી અદાણી ગ્રુપને પડકાર મળી શકે છે, જે હાલમાં જેપી સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટ પર કાયદાકીય લડાઈ લડી રહ્યું છે.
આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ બધા સમાચારો વચ્ચે જેપી એસોસિએટ્સના શેર 5 ટકાના લોઅર સર્કિટે પહોંચ્યા અને પ્રતિ શેર 3.07 રૂપિયા પર આવી ગયા. આ કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 750 કરોડ રૂપિયાથી વધુ છે. આ શેરમાં એક વર્ષ અગાઉ 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી 10.60 રૂપિયાથી 71 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 51 ટકા ઘટાડો આવ્યો છે.

જાણકારોના જણાવ્યા અનુસાર, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)ના નેતૃત્વવાળી કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) આગામી અઠવાડિયામાં જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) માટે સમાધાન અરજદારો સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે. સમાધાન યોજના હેઠળ એપ્લાઈ કરનારાઓમાં અદાણી ગ્રુપ, દાલમિયા ભારત ગ્રુપ, PNC ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેદાંતા અને જિંદલ સ્ટીલ એન્ડ પાવર સામેલ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉર્જા અને સિમેન્ટ સેક્ટરમાં પોતાના વિસ્તરણ માટે પ્રસિદ્ધ અદાણી ગ્રુપ ખાસ કરીને JALની સિમેન્ટ અને રિયલ એસ્ટેટ સંપત્તિયોમાં રસ ધરાવે છે. આ અદાણીની ઉચ્ચ-વિકાસવાળા માર્કેટમ, ખાસ કરીને સિમેન્ટ ઉદ્યોગમાં પોતાની ઉપસ્થિતિ વધારવાની અદાણીની રણનીતિને અનુરૂપ છે.

નાદારીની કાર્યવાહી JAL માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ભારે દેવા અને કાર્યકારી અવરોધોથી ઝઝૂમી રહી છે. કંપનીના નાદારી સોલ્યુશન્સથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સહિત તેના લેણદારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. સાથે જ કંપનીના પુનર્ગઠન અને કાર્યકારી પુનરુદ્વારમાં પણ મદદ મળશે. તો એક અલગ નિર્ણયમાં કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. અલ્લાહબાદ હાઈકોર્ટે યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નવી દિલ્હી પાસે JALની સ્પોર્ટ્સ સિટી પરિયોજના માટે 1,000 હેક્ટર જમીનની ફાળવણી રદ કરવાના નિર્ણયને અકબંધ રાખ્યો છે.