શી જિનપિંગ ગાયબ! ચીનમાં સત્તા બદલાઈ તો આ 5 નામ રેસમાં આગળ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા 2 અઠવાડિયાથી સાર્વજનિક જીવનમાંથી પૂરી રીતે ગાયબ છે. ન કોઈ ભાષણ, ન કોઈ તસવીર અને ન કોઈ સત્તાવાર કાર્યક્રમમાં હિસ્સો. હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બ્રાઝિલમાં થનારા BRICS સંમેલનમાં પણ હિસ્સો નહીં લે, તો હવે સવાલ વધુ ગહન બન્યો છે કે શું ચીનની સત્તામાં કોઈ મોટો બદલાવ થવાનો છે? શીની ગેરહાજરી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મૌનથી આ અટકળો વધુ તેજ થઈ ગઈ છે કે, જો શી જિનપિંગની સત્તા સાચે જ નબળી પડી રહી છે, તો આગામી નેતા કોણ હશે? ચાલો જાણીએ એ નામો, જે આ સમયે બીજિંગના પાવર સર્કલમાં સૌથી વધુ ચર્ચામાં છે.

લી કેકિયાંગ:

લી કેકિયાંગને 2023માં ચીનના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમને લાંબા સમયથી શી જિનપિંગની નજીકના માનવામાં આવે છે અને શંઘાઈમાં કોવિડ લોકડાઉન દરમિયાન તેમના કડક પ્રશાસનિક વલણે તેમને નેતૃત્વની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા હતા. હાલમાં જ તેમણે G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ચીનનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે દર્શાવે છે કે પાર્ટી તેમને આંતરરાષ્ટ્રીય ચહેરો બનાવવા માટે તૈયાર છે.

Xi-Jinping
Xi Jinping

જનરલ ઝાંગ યુશિયા:

ઝાંગ યુશિયા હાલમાં સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)ના પહેલા ઉપાધ્યક્ષ છે, એટલે કે, PLAમાં શી જિનપિંગ બાદ સૌથી શક્તિશાળી વ્યક્તિ. રિપોર્ટ્સ મુજબ શી જિનપિંગની ગેરહાજરી દરમિયાન સેનામાં લેવામાં આવતા નિર્ણયોમાં ઝાંગની ભૂમિકા વધી ગઈ છે. સાથે જ તેમને પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓના જૂથનું સમર્થન પ્રાપ્ત છે, જે તેમને એક મજબૂત ઉત્તરાધિકારી બનાવે છે.

ઝાઓ લેજી:

ઝાઓ લેજી પોલિતબ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીના વરિષ્ઠ સભ્ય છે અને અગાઉ ચીનના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલના સમયમાં તેઓ કાયદાકીય અને વિધાયી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે. પાર્ટીમાં તેમને એવા નેતા માનવામાં આવે છે જે સમજદારીથી કામ લે છે અને બધાને સાથે લઈને ચાલી શકે છે.

Li-Qiang
edition.cnn.com

વાંગ હુનિંગ:

વાંગ હુનિંગને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના 'થિંક ટેન્ક' માનવામાં આવે છે. તેમણે 3 રાષ્ટ્રપતિઓ સાથે કામ કર્યું છે અને 'શી જિનપિંગ થૉટ' જેવી વિચારધારાઓને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોકે તેમની પાસે પ્રશાસનિક અનુભવનો અભાવ છે, પરંતુ તેઓ કિંગમેકરની ભૂમિકામાં અત્યંત મહત્ત્વપૂર્ણ બની શકે છે.

ડિંગ શ્વેતશિયાંગ:

ડિંગ, શી જિનપિંગના ચીફ ઓફ સ્ટાફ રહી ચૂક્યા છે, પાર્ટીની ઉચ્ચતમ સ્તર સુધી પહોંચનારા દુર્લભ નેતાઓમાંથી એક છે, જેમની પાસે પ્રાંતિય શાસનનો અનુભવ નથી. તેનો અર્થ સ્પષ્ટ છે કે તેમનું રાજકીય કદ માત્ર જિનપિંગના વિશ્વાસ પર ટકેલું છે. જો પાર્ટી નેતૃત્વમાં અચાનક બદલાવ આવે છે અને જિનપિંગની પસંદગી ચાલે છે, તો ડિંગ મુખ્ય દાવેદાર બની શકે છે.

શું ચીનની સત્તાના કેન્દ્રમાં હલચલ છે?

શી જિનપિંગનું આમ ચૂપચાપ 2 અઠવાડિયા સુધી નજરે ન પડવું અને પછી BRICS જેવા મોટા મંચ પરથી દૂરી બનાવી લેવાને માત્ર સંયોગ માની શકાય નહીં. સેનામાં તાજેતરમાં થયેલી બરતરફી, પાર્ટીની અંદર દરાર અને વૈચારિક બદલાવો વચ્ચે હવે એવી ચર્ચા તેજ થઈ ગઈ છે કે ચીનની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.