IPL ઇતિહાસના આ 5 મહાન રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય, 2 રેકોર્ડ તો ફક્ત એક જ ખેલાડીના નામે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની ફાઇનલ મેચ 3 જૂને યોજાવાની છે. આ લીગની લોકપ્રિયતા હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. દર વર્ષે માર્ચથી મે સુધીનો સમય IPL માટે ખાસ નક્કી કરવામાં આવે છે, જેમાં વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ તેમના શ્રેષ્ઠ ખેલાડીઓને રમવા માટે મોકલે છે. ફક્ત બે મહિનામાં, ઘણા ખેલાડીઓ શ્રેષ્ઠ ખેલાડીઓ સામે અને તેમની સાથે રમીને પોતાને વધુ સારા બનાવે છે.

IPL તેની ટીમોની સંખ્યા અને વૈશ્વિક પ્રેક્ષકોની દ્રષ્ટિએ સતત વિસ્તરી રહ્યું છે. દરેક પસાર થતા વર્ષ સાથે, રમતની સ્પર્ધા અને તીવ્રતા વધી રહી છે. IPLમાં દર વર્ષે નવા રેકોર્ડ બને છે અને તૂટે છે. પરંતુ આ લીગના કેટલાક રેકોર્ડ એવા છે, જેને તોડવા અશક્ય છે. અહીં અમે તમને IPL ઇતિહાસના 5 એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તોડવું લગભગ અશક્ય છે...

Brendon-Mccullum
rapidleaks-com.translate.goog

બ્રેન્ડન મેક્કુલમ: 18 એપ્રિલ 2008ના રોજ, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બેંગલુરુના M. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમી ત્યારે ક્રિકેટની દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ. અહીંથી IPL શરૂ થયું અને દુનિયાએ પહેલી વાર આ ઝડપી ક્રિકેટનો અનુભવ કર્યો. એક ઇનિંગે ક્રિકેટનું ભવિષ્ય બદલી નાખ્યું. આ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે માત્ર 73 બોલમાં 158 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે. 2008માં, ODIમાં પણ આ પ્રકારની આક્રમક બેટિંગ ભાગ્યે જ જોવા મળી હતી. આ રેકોર્ડ IPL ડેબ્યૂ પર કોઈ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. ફક્ત ક્રિસ ગેલે IPLમાં આનાથી વધુ રન બનાવ્યા છે. જેમણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે 66 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા.

Sunil-Narine
mykhel.com

સુનીલ નારાયણ: સુનીલ નારાયણે 2012, 2018 અને 2014માં IPLમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)નો ખિતાબ જીત્યો છે. ખાસ કરીને 2024ની સીઝનમાં તેમનું પ્રદર્શન અતિ ઉત્તમ હતું. તે સીઝનમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ અમલમાં હતો, અને નારાયણે કુલ 450 MVP પોઈન્ટ બનાવ્યા હતા.

તે સીઝનમાં બીજા ક્રમે શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી હતો, જેણે ફક્ત 315.5 પોઈન્ટ બનાવ્યા હતા. IPLના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ખેલાડી એક સીઝનમાં 400 પોઈન્ટનો આંકડો પાર કરી શક્યો નથી. આની સૌથી નજીક જોસ બટલર (2022માં 387) અને શેન વોટસન (2013માં 386) રહ્યા છે.

RCB
kreedafacts.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): RCBIPL 2025માં કંઈક ખાસ કર્યું. RCBએ ફાઇનલ પહેલા જ તેની બધી અવે (બહાર રમાયેલી)મેચ જીતી હતી. લીગ તબક્કામાં, તેઓએ કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, જયપુર, મુલ્લાનપુર, દિલ્હી અને લખનઉ, આ સાતેય અવે મેચ જીતી લીધી હતી. આ ઉપરાંત, RCBએ મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર 1 પણ 8 વિકેટથી જીત મેળવી હતી. આ રીતે RCBનો એક સીઝનમાં અવે રેકોર્ડ 8-0 છે. RCB ફાઇનલમાં હોમ ટીમ તરીકે રમશે, તેથી આ સીઝનમાં તેમનો 100 ટકા અવે રેકોર્ડ હંમેશા માટે રહેશે.

SRH
livehindustan.com

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): IPL 2019માં કંઈક અનોખું બન્યું. SRH પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, પરંતુ ફક્ત 12 પોઈન્ટ સાથે, કોઈ ટીમ માટે ક્વોલિફાય થવા માટે ઇતિહાસમાં સૌથી ઓછા પોઈન્ટ. તે વર્ષે MI, CSK અને DCના 18 પોઈન્ટ હતા અને તેઓ સરળતાથી ક્વોલિફાય થયા હતા. પરંતુ KKR, SRH અને PBKS બધાના 12 પોઈન્ટ હતા. SRH સારા નેટ રન રેટને કારણે ક્વોલિફાય થયું. વર્તમાન સમયમાં જ્યારે ટીમોની સંખ્યા વધી છે, ત્યારે 12થી ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય લાગે છે.

Sunil-Narine2
hindi.cricketaddictor.com

સુનીલ નારાયણ: સુનીલ નારાયણ પાસે બીજો એક અવિશ્વસનીય રેકોર્ડ છે. તે IPLના ઇતિહાસમાં એકમાત્ર બોલર છે જેનો ઓછામાં ઓછી 14 મેચની સિઝનમાં ત્રણ વખત 6થી ઓછો ઇકોનોમી રેટ રહ્યો છે. લસિથ મલિંગા, ડેલ સ્ટેન, રાશિદ ખાન, મુથૈયા મુરલીધરન અને અનિલ કુંબલે જેવા દિગ્ગજ બોલરો પણ ફક્ત એક જ વાર આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. સુનીલ નારાયણ તેના શિખર (2012-2014) પર બેટ્સમેનોને લગભગ બરાબરી પર લાવી દીધા હતા, 2012માં 5.48, 2013માં 5.47 અને 2022માં 5.57ની ઇકોનોમી રેટ રહી છે.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.