- Sports
- ‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?
‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. 23 જુલાઈ (બુધવાર)થી શરૂ થનારી આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન અને ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રિષભ પંત રમશે કે નહીં તે શંકાસ્પદ છે. જો પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં નહીં રમે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધશે, કેમ કે આ વિકેટકીપર બેટ્સમેન વર્તમાન સીરિઝમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

રિષભ પંત લોર્ડ્સમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહનો બોલ કલેક્ટ કરવાનોનો પ્રયાસ કરતા રિષભ પંતની ડાબા હાથની બીજી આંગળીમાં ઇજા થઈ હતી. ત્યારબાદ રિષભ પંતની જગ્યાએ ધ્રૂવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. જો કે, પંતે ભારત માટે બંને ઇનિંગમાં બેટિંગ કરી હોવા છતા, તે દર્દમાં દેખાતો હતો. એવામાં તેનું માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

હવે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રિષભ પંતને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ભારતીય ટીમને સૂચન આપતા કહ્યું કે રિષભ પંતને હવે ચોથી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ-11માંથી બહાર રાખવો જોઈએ. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, પંતને પૂરી રીતે ફિટ થયા બાદ જ ફિલ્ડિંગમાં ઉતારવો જોઈએ. શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે માત્ર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે પંતને ચોથી ટેસ્ટમાં રમાડવો ખતરનાક સાબિત થઈ શકે છે.
રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં સંજના ગણેશન સાથે વાત કરતા કહ્યું કે, 'જો એ આંગળી તૂટી છે અથવા ફ્રેક્ચર છે, તો રિષભ પંતને આરામ આપવો જ યોગ્ય રહેશે. હવે ઇંગ્લેન્ડને ખબર છે કે તે ઇજાગ્રસ્ત છે, એવામાં ભારતને સબ્સ્ટિટ્યૂટ પણ નહીં મળે. જો રિષભ પંત ટીમમાં આવે છે, તો તેણે બેટિંગ અને વિકેટકીપિંગ બંને કરવા પડશે. અડધી ફિટનેસ સાથે કોઈ કામ કરવું પૂરતું નહીં રહે.’ રવિ શાસ્ત્રી વધુમાં કહે છે કે, ‘મને નથી લાગતું કે જો રિષભ પંત વિકેટકીપિંગ ન કરી શકે, તો તેણે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે મેદાનમાં ઊતરવું જોઈએ. જો તે વિકેટકીપિંગ નહીં કરે, તો ફિલ્ડિંગ કરવી પડશે. જો ગ્લવ્સ વિના એજ હિસ્સામાં ફરી ઇજા થઈ, તો સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. વિકેટકીપિંગમાં થોડું પ્રોટેક્શન રહે છે, પરંતુ ફિલ્ડર તરીકે નહીં. એવામાં, ઈજા વધુ ગંભીર થઈ શકે છે.
Related Posts
Top News
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
Opinion
