- Sports
- ‘રાંચી જઈશ, બાઇક ચાલવીશ, 4-5 મહિના બાદ..’, સંન્યાસ પર ધોનીની ગોળ-ગોળ વાત
‘રાંચી જઈશ, બાઇક ચાલવીશ, 4-5 મહિના બાદ..’, સંન્યાસ પર ધોનીની ગોળ-ગોળ વાત

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને અંતિમ મેચમાં હરાવીને સીઝનને વિદાય આપી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ સીમિત 20 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ માત્ર 147 જ રન બનાવી શકી અને આ મેચ હારી ગઈ. આખી IPLમાં બધાની નજર ધોની પર હતી કે તે સંન્યાસ લેશે કે નહીં. આ મેચ બાદ પણ ધોનીએ કંઈ કહ્યું નથી. તે અત્યારે સંન્યાસ લઈ રહ્યો નથી.

ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘હું એમ નહીં કહું કે આજે હાઉસફુલ હતું. અમારી સીઝન સારી રહી નથી, આ એ શાનદાર પ્રદર્શનમાંથી એક હતું. અમે ટૂર્નામેન્ટમાં વધારે કેચ કર્યા નથી, પરંતુ આજે કેચિંગ સારી હતી. મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. તમારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જો ક્રિકેટરો પોતાના પ્રદર્શન માટે સંન્યાસ લેવા લાગે છે, તો તેમાંથી ઘણા 22 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશે.’

ધોનીએ આગળ કહ્યું કે, ‘હું રાંચી પાછો જઈશ, થોડી બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે મારું કામ પૂરું થઈ ગયું છે, એમ પણ નથી કહેતો કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. તેની બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. જ્યારે અમે સીઝનની શરૂઆત કરી હતી, ત્યારે 4 મેચ ચેન્નાઈમાં હતી. કેટલીક ખામીઓ ભરવી પડશે. રુતુરાજે આગામી સીઝનમાં વધારે વસ્તુઓ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તે એ ભૂમિકામાંથી એકમાં ફિટ થશે.
મેચની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સના ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન શુભમન ગિલ 13 રન બનાવીને આઉટ થનારો પહેલો ખેલાડી રહ્યો. ત્યારબાદ, સતત વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. ટીમે પાવર પ્લેમાં 35 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન 10મી ઓવર સુધી ટકી રહ્યો અને આઉટ થનારો પાંચમો ખેલાડી રહ્યો. તેણે અને શાહરૂખ ખાન (19 રન)એ 5મી વિકેટ માટે 34 બૉલમાં 55 રન જોડ્યા. આ સિવાય, ટીમ માટે કોઈ મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ ન બની અને તેઓ મેચ હારી ગયા.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Opinion
-copy.jpg)