- Sports
- ખેલાડીઓએ IPL છોડી દેવુ જોઈએ અને બોર્ડે... શાસ્ત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
ખેલાડીઓએ IPL છોડી દેવુ જોઈએ અને બોર્ડે... શાસ્ત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાવાનો છે પરંતુ, વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓની ઇન્જરી ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી રહી છે. જ્યારે, રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ અને એશિયા કપમાં પણ ભાગ લેવાનો છે. એક તરફ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે, જેના પગલે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી તો બહાર થઈ જ ગયા છે અને સમાચાર એવા છે કે કદાચ WTC ફાઇનલમાં પણ સામેલ ના થઈ શકે. દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે, બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ લાંબા સમયથી એક્શનમાં નથી દેખાઈ રહ્યો. એવામાં મેન પ્લેયર્સની ઇન્જરી ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય જરૂર છે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝમાં હાર બાદ, ભારતના કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલા પર્યાપ્ત આરામ કરવાને લઈને વાત કરી. હવે ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ વર્ક લોડ મેનેજમેન્ટના મહત્ત્વ પર ભાર આપતા કહ્યું છે કે, ખેલાડીઓ અને બોર્ડે આના પર ગંભીરતાથી વાત કરવાની જરૂર છે.
મને એ કલ્પના કરવી મુશ્કેલ લાગે છે, તમે એ યુગને જુઓ જેમા અમે રમતા હતા, તે સમયે જે સુવિધાઓ ઉપલબ્ધ હતી, તમે ખેલાડીઓને 8-10 વર્ષ સરળતાથી રમતા જોયા. તેમાંથી ઘણા 8-10 મહિના સતત રમતા હતા. હું વાસ્તવમાં નથી જાણતો કે શું થઈ રહ્યું છે. કદાચ ક્રિકેટ વધી ગયુ છે, એમા કોઈ સવાલ નથી. દુનિયાભરમાં અલગ-અલગ લીગ છે. શાસ્ત્રીએ સ્પોર્ટ્સ યારી સાથે વાતચીત કરતા આ વાતો કહી હતી. શાસ્ત્રીએ આગળ સલાહ આપતા કહ્યું કે, જો જરૂર હોય તો ખેલાડીઓએ એવુ કહેતા IPL છોડી દેવુ જોઈએ અને બોર્ડે ફ્રેન્ચાઈઝી માલિકો સાથે વાત કરવી જોઈએ અને ખેલાડીઓ માટે સ્ટેન્ડ લેવો જોઈએ.

રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું કે, તમારે એટલું જ ક્રિકેટ રમવુ જોઈએ જેટલાની જરૂર છે અને તમારે નિશ્ચિત બ્રેક પણ લેવો જોઈએ. ભલે IPL હોય. બોર્ડે ત્યાં સ્ટેન્ડ લેવુ પડશે, ફ્રેન્ચાઈઝીને કહેવુ પડશે, સાંભળો, અમને તેમની જરૂર છે. ભારતને તેમની જરૂર છે. દેશ માટે, જો તે એ લીગમાં નહીં રમશે, તો તે સારું રહેશે.

