એવા કપડા પહેરી વિદ્યાર્થિની સ્કૂલે આવી કે ટીચરે પાછી ઘરે મોકલી અને કહ્યું...

કોઈ પણ સ્કૂલમાં યુનિફોર્મ હોય એટલે એનો અર્થ એ થયો કે, સ્કૂલમાં જ્ઞાન મહત્ત્વનું છે. સૌએ એક જ સરખા બનીને દિમાગનો દમદાર ઉપયોગ કરીને પ્રગતિ કરવાની છે. પણ ઘણી વખત સ્કૂલમાં એવા કપડાં વિદ્યાર્થિની પહોંચી જાય છે કે, વિચારવું પડે કે, આ સ્કૂલ છે કે ફેશન ક્લબ. ખાસ કરીને વિદેશમાં આવા ઘણા કિસ્સાઓ બનેલા છે.

કેનેડામાં એક 17 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલેથી પરત ઘરે મોકલી દેવામાં આવી, કારણ કે યુવતીએ જે ડ્રેસ પહેર્યો હતો એ શિક્ષણ અને આચાર્યને વાંધાજનક લાગ્યો. સ્કૂલના સત્તાધીશોને યુવતીએ પહેરેલો ડ્રેસ વાંધજનક લાગ્યો હતો. રીપોર્ટ અનુસાર યુવતીના પિતા ક્રિસ્ટોફર વિલ્સને એવો દાવો કર્યો કે, નોર્કમ સિનિયર સેકન્ડરી સ્કૂલના એક શિક્ષકે જણાવ્યું છે કે, યુવતીના કપડાંએ એને મહિલાઓના ઈનરવેરની યાદ આપવી દીધી હતી. યુવતીએ અંદર એક આઈનેક ટી-શર્ટ જેવું પહેર્યું હતું. એના પર એક લોંગ લીંજરી વેર પહેર્યું હતું.

મહિલા શિક્ષકે કહ્યું કે, આવો ડ્રેસ પુરૂષોને થોડું અસાધારણ મહેસુસ કરાવી શકે છે. વિદ્યાર્થિનીને ક્લાસમાંથી પ્રિન્સિપાલની ઓફિસ સુધી લઈ જવામાં આવી. પ્રિન્સિપાલે પણ કહ્યું કે, ડ્રેસ યોગ્ય નથી. તેણે એવું પણ કહ્યું કે, આવો ડ્રેસ અભ્યાસ દરમિયાન બીજાનું ધ્યાન ભટકાવી શકે છે. આ ઘટના બની એમાં અન્ય વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓએ સ્કૂલના વલણ સામે બાંયો ચડાવી હતી. આ યુવતીનું વિદ્યાર્થીગણે સમર્થન કર્યું અને ક્લાસમાંથી વૉક આઉટ કર્યું. પછી પ્રિન્સિપાલે એવી સ્પષ્ટતા કરી કે, જે ટીચરે વિદ્યાર્થિનીને ઘરે મોકલી હતી એ વ્યક્તિ થોડા રૂઢીચુસ્ત છે. જૂની વિચારધારા વાળા છે. યુવતીના પિતાએ ફેસબુક પર પોસ્ટ મૂકી કે, દીકરી જે કપડાં પહેરીને સ્કૂલે ગઈ હતી એમાં મહિલા અને પુરૂષ શિક્ષકોએ વાંધો ઊઠાવ્યો. હું આવી સિસ્ટમથી નીરાશ છું. વર્ષ 2021માં આવું થઈ રહ્યું છે જેનાથી હું ખૂબ પરેશાન છું.

સ્કૂલના મુખ્ય અધિક્ષકે કહ્યું કે, અમે આ પ્રકારના આરોપોથી ચિંતીત છીએ. અમે યુવતી સાથે યોગ્ય વ્યવહાર કરીશું. આ ઘટનાની યોગ્ય રીતે સમીક્ષા પણ કરવામાં આવશે. જોકે, આપણે ત્યાં આવા કિસ્સાઓ ઘણી વખત કૉલેજમાં બનતા હોય છે. ખાસ કરીને ફેરવેલ અને વેલકમ પાર્ટી વખતે કેટલાક ડ્રેસ વિવાદનું કારણ બની રહે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.