કપલને USના એરપોર્ટ પરથી પરત કાઢ્યું, ટ્રમ્પના આદેશથી આ ભારતીય મુશ્કેલીમાં મુકાયા

On

સત્તામાં આવતાની સાથે જ, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોમાંથી અમેરિકામાં પ્રવેશતા લોકો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમણે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા મર્યાદિત કરવા માટે અનેક કડક આદેશો લાગુ કર્યા છે અને જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાનો આદેશ પણ બહાર પાડ્યો છે. આનાથી અમેરિકામાં રહેતા ભારતીયો અને અમેરિકા જવા ઇચ્છતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર તાજેતરમાં બનેલી ઘટનાએ આ ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે.

એક ભારતીય દંપતી, જે B-1/B-2 વિઝિટર વિઝા પર તેમના બાળકોને મળવા આવ્યા હતા, તેમને તેમની રિટર્ન ટિકિટ ન બતાવી શકવાને કારણે અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમને એરપોર્ટ પરથી જ ભારત પાછા મોકલી દેવામાં આવ્યા. આ પાછળનું કારણ આપતાં, અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2025ના અમેરિકી ઇમિગ્રેશન નિયમો હેઠળ, વિઝિટર વિઝા પર અમેરિકા આવતા લોકો પાસે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે.

રિટર્ન ટિકિટ ફરજિયાત બનાવવાના નિયમથી મુસાફરોમાં ચિંતા ફેલાઈ છે. ભારતીય દંપતીને ખબર નહોતી કે જો તેમની પાસે રિટર્ન ટિકિટ નહીં હોય, તો તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પૂર્વ માહિતી પણ આપવામાં આવી ન હતી. જેના કારણે મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે.

આ નિયમ અચાનક લાગુ થવાથી, ઘણા મુસાફરો એવું પણ વિચારી રહ્યા છે કે આ પછી, વધુ કડક ઇમિગ્રેશન નિયમો બનાવી શકાય છે. અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ પાસેથી માહિતીના અભાવે લોકો વધુ ચિંતિત થઈ રહ્યા છે.

અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોમાં થઇ રહેલા અણધાર્યા ફેરફારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પ્રવાસીઓને વધારાની સાવધાની રાખવા વિનંતી કરી છે. સરકારે કહ્યું છે કે, પ્રસ્થાન પહેલાં, મુસાફરોએ તેમના તમામ દસ્તાવેજો જેમ કે રિટર્ન ટિકિટ અને મુસાફરી યોજનાનો પુરાવો સાથે રાખવાની ખાતરી કરવી જોઈએ.

મુસાફરોને નવા ઇમિગ્રેશન નિયમો વિશે જાણવા માટે સત્તાવાર સરકારી વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

ટ્રમ્પના સત્તામાં આવતાની સાથે જ તેમણે H-1B વિઝા કાર્યક્રમમાં ફેરફારનો સંકેત આપ્યો. તેમણે કહ્યું છે કે, આ વિઝા દ્વારા ફક્ત તે વિદેશીઓ જ દેશમાં આવવા જોઈએ, જેઓ તેમના કામમાં કુશળ છે. ટ્રમ્પે જન્મ થતાની સાથે મળતી નાગરિકતાનો કાનૂન રદ કરવાનો પણ આદેશ આપ્યો છે, જેના કારણે અમેરિકામાં રહેતા હજારો ભારતીયોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

20 જાન્યુઆરીએ પદ સંભાળ્યા પછી તરત જ, ટ્રમ્પે જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડયો છે. તેમણે આ આદેશનો અમલ કરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો. આને ધ્યાનમાં રાખીને, ભારતીય મહિલાઓ જે તેમની ગર્ભાવસ્થાના 7મા કે 8મા અઠવાડિયામાં છે, તેઓ સમય પહેલા C-સેક્શન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરી રહી છે.

સગર્ભા ભારતીય મહિલાઓ 20 ફેબ્રુઆરી પહેલા પોતાના બાળકને જન્મ આપવા માંગે છે, જેથી કરીને તેઓ અને તેમનું બાળક અમેરિકન નાગરિકતાથી વંચિત ન રહી જાય.

આ દરમિયાન, અમેરિકાની અનેક જિલ્લા અદાલતોએ ટ્રમ્પના આદેશ પર કામચલાઉ સ્ટે મૂક્યો છે. કોર્ટે ટ્રમ્પના આદેશને ગેરબંધારણીય જાહેર કર્યો છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.