- Business
- ચીન પ્રત્યે ટ્રમ્પ પડ્યા નરમ, ટેક્સ 30 ટકા ઘટાડ્યો, નવી ડીલથી દુનિયા ખુશ, US-ચીન ટેરિફ યુદ્ધ ખતમ!
ચીન પ્રત્યે ટ્રમ્પ પડ્યા નરમ, ટેક્સ 30 ટકા ઘટાડ્યો, નવી ડીલથી દુનિયા ખુશ, US-ચીન ટેરિફ યુદ્ધ ખતમ!

આખરે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) અને ચીન વચ્ચે ટેરિફ અંગે એક કરાર થયો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલ અમેરિકા-ચીન વેપાર યુદ્ધ હાલ પૂરતું બંધ થઈ ગયું છે. અમેરિકા અને ચીન એકબીજાની આયાત પર અગાઉ લાદવામાં આવેલા ટેરિફમાં કામચલાઉ ઘટાડો કરવા સંમત થયા છે. આ સાથે, વોશિંગ્ટન અને બેઇજિંગ વૈશ્વિક અર્થતંત્રને ખોરવી નાખનારા અને નાણાકીય બજારોને જોખમમાં મૂકનારા વેપાર યુદ્ધનો અંત લાવવા માંગે છે.
માહિતી અનુસાર, અમેરિકા 90 દિવસ માટે ચીન પરનો ટેરિફ અગાઉના 145 ટકાથી ઘટાડીને 30 ટકા કરશે અને ચીન 90 દિવસ માટે અમેરિકન માલ પરનો ટેરિફ ઘટાડીને 10 ટકા કરશે. US અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને દેશો તેમના વેપાર વિવાદોને ઉકેલવા માટે વાટાઘાટો ચાલુ રાખવા માટે સંમત થયા છે.

US ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જીનીવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટેરિફ ઘટાડાની જાહેરાત કરી. બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને પક્ષોએ તેમના વેપાર મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. બે દિવસની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદમાં બોલતા, બેસન્ટે જણાવ્યું હતું કે, ઊંચા ટેરિફ સ્તરને કારણે બંને બાજુથી માલને પુરી રીતે અટકાવવામાં આવ્યો હતો, એવું પરિણામ હતું જે બંને પક્ષ ઇચ્છતા ન હતા.
જીનીવામાં ચીની અધિકારીઓ સાથેની વાતચીત પછી યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અમારી વાતચીત ખૂબ જ ફળદાયી રહી. અમે 90 દિવસના વિરામ પર એક કરાર પર પહોંચ્યા છીએ અને પારસ્પરિક ટેરિફ પર બંને પક્ષોના ટેરિફ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે તેને 115 ટકા સુધી ઘટાડી દીધો છે. અમારી ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ અને બંને પક્ષોએ ખૂબ આદર દર્શાવ્યો.'
અહીં તમને જણાવી દઈએ કે, ટ્રમ્પ દ્વારા સ્વિટ્ઝર્લૅન્ડમાં 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી US અને ચીનના પ્રતિનિધિઓની આ પહેલી બેઠક હતી.

બેસન્ટે કહ્યું, 'આ સપ્તાહના અંતે બંને પ્રતિનિધિમંડળોની સર્વસંમતિ એ છે કે, કોઈ પણ પક્ષ અલગ થવા માંગતો નથી. આ અત્યંત ઊંચી ફીના કારણે... એક વિક્ષેપ પડ્યો. કોઈ પણ પક્ષ આ ઇચ્છતો નથી. અમને ધંધો જોઈએ છે. અમે વધુ સંતુલિત વેપાર ઇચ્છીએ છીએ. મને લાગે છે કે બંને પક્ષો તેણે પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.'
ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરના US ટેરિફ વધારીને 145 ટકા કરી દીધો હતો, અને ચીને પણ વળતો જવાબ આપીને US આયાત પર 125 ટકા ટેરિફ લાદ્યો હતો. આટલા ઊંચા ટેરિફનો અર્થ એ છે કે, બંને દેશો એકબીજાના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે વેપાર ખોરવાઈ ગયો છે, જે ગયા વર્ષે 660 બિલિયન US ડૉલરથી વધુ હતો. અમેરિકા અને ચીનની આ જાહેરાતને કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા વધ્યો. જર્મની અને ફ્રાન્સના બજારોમાં 0.7 ટકાનો વધારો થયો.
Related Posts
Top News
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Opinion
