એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર એ, મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી, "ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન" નામનું  અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આ પહેલ એવા મહત્ત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે.

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સાગર ઘોઘારી અને ડૉ. કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ દરેકે જણાવ્યું હતું કે,  નિવારણ અવેરનેસથી શરૂ થાય છે, અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે.

87

ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે, આંકડા દર્શાવે છે કે દર કલાકે પાંચ લોકોના મોત થાય છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં, આ કેમ્પેઇન એક સરળ છતાં જીવનરક્ષક સંદેશની હિમાયત કરે છે - દર મહિને બે મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક - એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે.

ભારતમાં દર વર્ષે હેડ હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી લગભગ 60 થી 70 ટકા દર્દીઓનું નિદાન ત્યારે થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં, જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.

89

આ લોન્ચિંગ પ્રસંગે બોલતા, સુરતના એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, "આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો કે કેન્સર મોઢામાં એક નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય તેને બદલવાનો છે. જો દર મહિને બે મિનિટ માટે તમારા મોંની તપાસ કરવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ મળી શકે છે, તો તે ફક્ત એક આદત નહિ પણ એક જીવન બચાવનાર છે."

ડૉ. કૌશલ પટેલ ભાર મૂકે છે કે વહેલાસર તપાસ એ ઓરલ કેન્સરની અસરકારક સારવારનો પાયો છે. તેઓ ભાર મૂકે છે કે સામાન્ય ચેતવણી સંકેતો - જેમ કે મોંમાં સતત લાલ કે સફેદ ધબ્બા, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ન રૂઝાતા ચાંદા, પેઢા કે ગાલમાં સોજો, અસ્પષ્ટ રક્તસ્ત્રાવ, અથવા અવાજમાં કર્કશતા - ક્યારેય અવગણવા જોઈએ નહીં.

ડૉ. પટેલ ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સેલ્ફ- એક્ઝામિનેશન અને નિયમિત ડેન્ટલ અથવા મેડિકલ ચેક અપ માટે ભારપૂર્વક હિમાયત કરે છે. "ઓરલ કેન્સર અટકાવી શકાય તેવું છે અને જો વહેલા જાણ થાય તો તેનો ઉપચાર પણ સંભવ છે."

કેમ્પેઇન એક્ટિવેશનના ભાગરૂપે, હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ખાસ ડિઝાઇન કરાયેલ અવેરનેસ સ્ટેન્ડી અને મિરર સ્થાપિત કરવામાં આવશે જેથી લોકો સ્ટેન્ડી પર દર્શાવેલ પ્રારંભિક ચેતવણી સંકેતો જેમ કે લાલ કે સફેદ ધબ્બા, ન રૂઝાતા ચાંદા, સોજો અથવા અવાજમાં ફેરફાર માટે તેમના મોંની તપાસ કરી શકે. આ વિચારનો ઉદ્દેશ્ય ફીલ. લૂક. એક્ટ જેવી સામાન્ય એક્શન દ્વારા સેલ્ફ- રિસ્પોન્સિબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે - ખૂબ મોડું થાય તે પહેલાં તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા.

ઓનગોઈંગ અપડેટ્સ અને અવેરનેસ ફેલાવવા માટે, આ કેમ્પેઇન નાગરિકોને #ActAgainstOralCancer હેશટેગને ફોલો કરવા અને શેર કરવા આમંત્રણ આપે છે, જેથી સંદેશ દેશભરના સમુદાયો અને ઘરોમાં યોગ્ય રીતે પહોંચે.

Related Posts

Top News

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
National 
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
National 
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Copyright (c) Khabarchhe All Rights Reserved.