- National
- બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ બિહારમાં હાથ ધરવામાં આવેલી મતદાર સુધારણા પ્રક્રિયા પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. વિપક્ષ મતદાર સુધારણામાં અનેક પ્રકારની ગેરરીતિઓનો દાવો કરી રહ્યો છે અને આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન, બિહારના એક મતદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા દરમિયાન, BLOએ તેને મૃત જાહેર કરીને મતદાર યાદીમાંથી તેનું નામ કાઢી નાખ્યું છે.
ભોજપુર જિલ્લાના આરા વિધાનસભાના શહેરી મતદાન મથકના મતદાર મિન્ટુ પાસવાન (પિતા ઉદય પાસવાન, ઉંમર 41 વર્ષ) મંગળવારે તેનું નામ મૃત જાહેર કરીને ડ્રાફ્ટ પ્રકાશનમાંથી તેને નીકાળી નાંખવા અંગે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. મતદાર સુધારણા કાર્યક્રમ અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, તેને રજૂ કરવામાં આવ્યો હતો કે તે જીવિત છે, જ્યારે તેનું નામ મૃત જાહેર કરીને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. તેમનો જૂનો EPIC નંબર 0701235 છે. તે આરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર એક સીંગહી કલાના મતદાન મથક નંબર 92 (જૂના) અને 100 (નવા)નો મતદાર હતો.
તે મેટ્રિક પાસ અને વ્યવસાયે મજૂર છે. મિન્ટુ પાસવાને જણાવ્યું હતું કે, મતદાર યાદીના ખાસ સઘન સુધારણા દરમિયાન, BLO તેની પાસે ચકાસણી માટે આવ્યા ન હતા. જાણવા મળ્યું કે તેઓ વોર્ડ કાઉન્સિલર સાથે વાત કર્યા પછી નિકળી ગયા હતા. જ્યારે BLOને જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થયો, ત્યારે મને જાણવા મળ્યું કે, મને મૃત જાહેર કરીને મારું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. પછી જ્યારે મેં તેના વિશે ફરિયાદ નોંધાવી, ત્યારે BLO 10 દિવસ પછી મને મળ્યા અને નામ ઉમેરવા માટે ઘણા દસ્તાવેજોની માંગણી કરવાનું શરૂ કર્યું.
તેમણે કહ્યું કે, માત્ર મારા જ નહીં, પરંતુ ઘણા જીવિત લોકોના નામ મૃત જાહેર કરીને કાઢી નાખવામાં આવ્યા છે. મારા જ વોર્ડના 69 વર્ષીય ફુલઝારો દેવી (પતિ કમલા યાદવ)નું નામ મૃત જાહેર કરીને કાઢી નાખવામાં આવ્યું છે. તેમનો જૂનો EPIC નંબર 2457935 છે. અમે બંને છેલ્લી ઘણી ચૂંટણીઓમાં મતદાન કરી રહ્યા છીએ. દાવા વાંધા માટે આપેલા સમયમર્યાદામાં ફોર્મ ભરીને દાવો વાંધો પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ જ રીતે, શહેરના જ વોર્ડ નંબર 35માં ધરહરાના રહેવાસી શંકર ચૌહાણ, પિતા શિવજી ચૌહાણ (ઉંમર 64 વર્ષ, EPIC નંબર 903331), તે જ વોર્ડના મદન ચૌહાણ (પિતા યદુનંદન ચૌહાણ, ઉંમર 73 વર્ષ અને EPIC નંબર 1309913) અને તે જ વોર્ડના સુધા દેવી (પતિ શશિકાંત ચૌહાણ, ઉંમર 34 વર્ષ, EPIC નંબર 1520642)ના નામોને મૃત જાહેર કર્યા પછી મતદાર યાદીના ડ્રાફ્ટ પ્રકાશનમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ લોકોએ દાવો વાંધો પણ દાખલ કર્યો છે.

