- Politics
- શપથગ્રહણ સમારોહ અગાઉ BJP-JDUમાં ખેંચતાણ, આ વિભાગો પર બંને પાર્ટીઓ કરી રહી છે દાવેદારી
શપથગ્રહણ સમારોહ અગાઉ BJP-JDUમાં ખેંચતાણ, આ વિભાગો પર બંને પાર્ટીઓ કરી રહી છે દાવેદારી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ NDA સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીથી પટના સુધી બેઠકો ચાલી રહી છે. સ્પીકર અને મંત્રીઓના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ભાજપ અને JDU વચ્ચે સ્પીકર પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. બંને પાર્ટીઓ સ્પીકર પદ પોતાની પાસે રાખવા માગે છે. JDUના નેતા સંજય ઝા અને લલન સિંહ આ બાબતે ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. ગૃહ વિભાગ અને નાણાં વિભાગ પર પણ બંને પાર્ટીઓ દાવા કરી રહી છે. જોકે, શપથ ગ્રહણ સમારોહ અગાઉ દિલ્હીમાં આ વિવાદને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય શપથ ગ્રહણ સમારોહ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ સત્તાની રચનાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારની રૂપરેખા લગભગ નક્કી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહની સંભાવિત તારીખ પણ જાહેર કરવામાં આવી છે. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકાર ગુરુવાર 20 નવેમ્બરના રોજ શપથ લેશે.
NDA ગઠબંધનમાં મંત્રાલયો વહેચણી પર પણ સહમતી બની ગઈ છે અંતિમ સ્વરૂપ આપી દીધું છે. દર 6 ધારાસભ્યો પર એક મંત્રી પદનો ફોર્મ્યૂલા લાગૂ કરી શકાય છે. તેના આધારે સહયોગી દળોના ક્વોટા નક્કી કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર 20 નવેમ્બરના રોજ નીતિશ કુમાર સાથે 20 મંત્રીઓ શપથ લઈ શકે છે, ત્યારબાદ વધુ14 મંત્રીઓ બનાવવામાં આવશે. એટલે કે નીતિશ કુમારની સરકારમાં કુલ 34 મંત્રીઓ હશે.
ભાજપના ક્વોટામાંથી 15
JDUના ક્વોટામાંથી 14 (મુખ્યમંત્રી સહિત)
LJP (R)ના ક્વોટામાંથી 3
HAMના ક્વોટામાંથી 1
RLMના ક્વોટામાંથી 1
JDU અને ભાજપ વચ્ચે સ્પીકર, ગૃહ અને નાણાં વિભાગોને લઈને ખેચતાણ છે. જો LJPને નાયબ મુખ્યમંત્રી પદ મળે છે, તો તેની પાસે બે મંત્રીઓ હશે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સાથે 20 મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ બાદમાં થશે. શપથ ગ્રહણ સમારોહ બાદ 24 થી 28 નવેમ્બર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. સત્ર દરમિયાન, સરકાર ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરશે.

