SGCCIના યાર્ન એક્સ્પોમાં થીમ પેવેલિયન મુખ્ય આકર્ષણ રહેશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રપ–ર૬ના બીજા વિશાળ પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦રપ'નું આયોજન તા. ૧, ર અને ૩ ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. યાર્ન એક્ષ્પોમાં ૮પ એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, હુગલી (વેસ્ટ બંગાલ), લુધિયાણા (પંજાબ), બેંગ્લોર, સિલવાસા, પાનીપત (હરિયાણા), કોલકાતા, નમખલ (તમિલનાડુ), રાજકોટ, ગીર સોમનાથ, દમણ, ભરૂચ, ચેન્નાઇ, રાયપુર (છત્તીસગઢ) અને નાગપુરના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે રઘુનાથ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફેશન યાર્ન બિઝનેસના સીઇઓ સત્યકી ઘોષ, સંગમ ઇન્ડિયા લિમિટેડના વાઇસ ચેરમેન ડો. એસ.એન. મોદાની અને પલ્લવા ગૃપના એકિઝકયુટીવ ડિરેકટર દુરાઇ પલનીસામી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.

ઇન્ચાર્જ માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.

સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)ના બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ચેમ્બર ઓલ એકઝીબીશન્સ ચેરમેન કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે. આ પેવેલિયનમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરવામાં આવશે. ત્રણ મેનિકિવન મારફતે વિવિધ યુઝકેસ દર્શાવવામાં આવશે. જેમ કે નાયલોન આધારિત મોઈશ્ચર વિકિંગ ફેબ્રિકવાળો સ્પોટ્‌ર્સ વેર, નોમેકસ આધારિત ફાયર રેટારડન્ટ ઇન્ડસ્ટ્રીયલ વેર અને પોલિએસ્ટરથી બનેલો પ્રોટેકિટવ રેઇનકોટ દર્શાવવામાં આવશે. સાથે જ કાર્બન, પોલિપ્રોપિલિન, હાઈ ટેનાસિટી નાયલોન, કેવલર, ગ્લાસ અને કેન્વાસ માટે વપરાતા કોટન જેવા ટેકનિકલ યાર્ન અને તેના ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે. આ થીમ પેવેલિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને નવી દિશા આપશે.

 

યાર્ન એક્ષ્પો– ર૦રપના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં પ્યોર સિલ્ક, વૂલ, લિનેન જેવા મોંઘા કાપડમાંથી બનતા ગારમેન્ટ સામાન્ય લોકો માટે દુર્લભ બન્યા છે, ત્યારે પોલિએસ્ટર અને કેટોનિક જેવા યાર્ન શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભર્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગારમેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. આવા યાર્નમાંથી આજની માંગ મુજબ સાડી, શર્ટિંગ–શૂટિંગ, ડ્રેસ મટિરિયલ, ગાઉન, પેન્ટ–શર્ટ, લેગિંગ અને હોમ ટેક્ષ્ટાઇલ્સ જેવા અનેક ઉત્પાદનો તૈયાર થાય છે, જે લુક, ફીલ અને સ્ટાઇલ સાથે લોકોના બજેટમાં હોય છે. સુરતના વિવર્સ ભાઇઓ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત થનારા વિવિધ યાર્નમાંથી નવા ફેબ્રિકસ બનાવશે. નવા ફેબ્રિકસમાંથી ગારમેન્ટ બનાવી ઉદ્યોગકારો સુરતથી ટેક્ષ્ટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટના એક્ષ્પોર્ટમાં વધારો કરી દેશના અર્થતંત્રને મજબુત બનાવવા માટે મહત્વનું યોગદાન આપી શકશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના મેન્ટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશન દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે, જેમાં વિવિધ પ્રકારના ટેકનિકલ યાર્નથી બનેલા ગારમેન્ટસ અને ફેબ્રિકસ રજૂ કરવામાં આવશે. આ ફેશન શો દ્વારા નવી ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી, ફંકશનલ કાપડ અને ટ્રેન્ડિંગ ડિઝાઈન્સનું જીવંત પ્રદર્શન થશે, જે ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનર્સ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે, બપોરે ૧રઃ૩૦ કલાકે, બપોરે ૩:૦૦ કલાકે, સાંજે ૪:૩૦ કલાકે અને સાંજે ૬:૦૦ કલાકે ફેશન શો યોજાશે. બીજા દિવસે શનિવારે પણ એવી રીતે જ પાંચ ફેશન શો યોજાશે. જ્યારે ત્રીજા દિવસે રવિવારે અનુકુળતા પ્રમાણે બે ફેશન શોનું આયોજન કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.