શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

Nripendra Misra on Tour Of New Portion Of Ram Temple

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. રોહિતની જગ્યાએ શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના પ્રવાસ અગાઉ 5 જૂને મુંબઈમાં BCCI મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલ અને ગૌતમ ગંભીરે મીડિયાને સંબોધિત કરતા દરેક સવાલના જવાબ આપ્યા. પ્રેસ કોન્ફરન્સમાં બધાની નજર શુભમન ગિલ પર હતી કેમ કે તે પહેલી વખત ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો છે.

શુભમન ગિલ અને ગૌતમ ગંભીર જેવા જ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, તેમના પર સવાલોનો વરસાદ થઈ ગયો. સૌથી પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને સવાલ પૂછવામાં આવ્યા. ત્યારબાદ શુભમનની કેપ્ટન્સીની સ્ટાઈલ પર પણ ચર્ચા થઈ. શુભમને જે રીતે બધા મુશ્કેલ સવાલોના જવાબ આપ્યા, તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે પૂરા જોશમાં છે. આ દરમિયાન ગૌતમ ગંભીરે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પણ આપી. એવામાં ચાલો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સ સાથે જોડાયેલી 5 મહત્ત્વપૂર્ણ વાતો બાબતે.

Donald-Trump-Elon-Musk
abplive.com

વિરાટ અને રોહિત શર્માની ખોટ અનુભવાશે

કેપ્ટન શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને કહ્યું કે, તેમની ખોટ ટીમને જરૂર અનુભવાશે. જ્યારે અનુભવી ખેલાડી, જે લાંબા સમય સુધી ટીમ માટે રમે, તેમના જવાથી અસર તો પડે છે, પરંતુ આ કોઈ અલગ પ્રકારનો દબાવ નથી. અમે બધા ખેલાડીઓ તેનાથી ટેવાઈ ગયા છીએ અને જૂની વસ્તુઓને પાછળ છોડીને આગળ વધવાના ક્રમમાં છે. એવામાં અમારી ઉપર પર આ વસ્તુનો કોઈ દબાવ નહીં રહે.

જસપ્રીત બૂમરાહ પર કોચ ગંભીરનું નિવેદન

શુભમન ગિલ ઉપરાંત, ગૌતમ ગંભીરે ટીમની પ્લાનિંગ પર પણ વિસ્તારથી ચર્ચા કરી. ખાસ કરીને જસપ્રીત બૂમરાહના ટેસ્ટ સીરિઝમાં રમવાને લઈને ટીમ તેનો ઉપયોગ કેવી રીતે કરશે તેને લઇને વાત કરી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે, બૂમરાહ સીરિઝમાં બધી મેચ નહીં રમે, પરંતુ તે ઓછામાં ઓછી 3 મેચમાં જરૂર મેદાનમાં ઉતરશે. જોકે એ નક્કી નથી કે, એ 3 મેચ કઈ હશે.

Gambhir-Gill3
youtube.com

પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્લેઇંગ ઇલેવનની પસંદગી

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું કે, ઇંગ્લેન્ડ સામેની પ્લેઇંગ ઇલેવનની પસંદગી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી આપણને તેનાથી પરિણામ મળી શકે. એ રીતે મેનેજમેન્ટ કરવાનો પ્રયાસ હશે કે તે એક સંતુલિત પ્લેઇંગની પસંદગી થાય.

ટીમ જીતે કે હારે, હું હંમેશાં દબાવમાં રહું છું: ગંભીર

કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં બીજી એક મહત્ત્વપૂર્ણ વાત કહી. ગૌતમ ગંભીરનું માનવું છે કે તેઓ હંમેશાં દબાવમાં રહે છે. ટીમ જીતે કે હારે તેનાથી કોઈ ફરક પડતો નથી. એવું કહેવું ખોટું હશે કે, ટીમ જીતી રહી છે તો દબાવ ખતમ થઈ જાય છે.

ચિન્નાસ્વામી અફરાતફરી પર પણ ગંભીરે પ્રતિક્રિયા આપી

ગૌતમ ગંભીરે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી અફરાતફરીમાં થયેલા મોતો પર પણ પ્રતિક્રિયા આપી. તેમનું માનવું છે કે તેઓ ક્યારેય રોડ શૉના સમર્થક રહ્યા નથી. તેમણે કહ્યું કે, આપણે જવાબદાર નાગરિક બનવાની જરૂરિયાત છે. જો આપણે રોડ શૉ કરવા તૈયાર નહોતા, તો આપણે એવું કરવું જોઈતું નહોતું.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.