આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર સહિત આ બોલિવુડ સ્ટાર્સ વિખેરશે જલવો, આ વખત સ્ટાર્સ નહીં પહેરી શકે આવા ડ્રેસ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 78નું એડિશન 13 મેથી શરૂ થશે અને 24 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં દુનિયાભરની તમામ ઝોનરની નવી ફિલ્મોનું પ્રીવ્યુ કરવામાં આવશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ સ્ટાર્સનો પણ જલવો જોવા મળશે. તો, ફેસ્ટિવલમાં સામેલ થનારા તમામ સેલેબ્સે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડશે. બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વખતે કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તો ઐશ્વર્યા રાય ફરી એક વખત પોતાની રેડ કાર્પેટ પર પોતાની અદાઓની મહેફિલની શોભા વધારશે. દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટેગોર 1970ની ફિલ્મ 'અરણ્યેર દિન રાતી'ના રિસ્ટોર્ડ વર્ઝનનાના વર્લ્ડ પ્રીમિયર માટે કાન્સમાં પહોંચી શકે છે.

aishwarya-rai
inuth.com

 

અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર પણ રેડ કાર્પેટ પર ઉતરી શકે છે. વાસ્તવમાં, કાન્સમાં તેમની ફિલ્મ તેમની ફિલ્મ 'હોમબાઉન્ડ'નું પ્રીમીયર  'અન સર્ટેન રિગાર્ડ' કેટેગરીમાં કરવામાં આવશે. એવામાં, બંને સ્ટાર્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. ઓલ વી ઈમેજીન એઝ લાઈટના ડિરેક્ટર કાન્સ 2025માં મુખ્ય જ્યૂરીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે તેમની ફિલ્મે કાન્સ 2024માં ગ્રાન્ડ પ્રિક્સ જીત્યો હતો.

aishwarya-rai
inuth.com

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 શરૂ થવામાં હવે ખૂબ ઓછો સમય બાકી છે. એવામાં, આયોજકોએ રેડ કાર્પેટ પર ચાલતા સેલિબ્રિટીઓ માટે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે નગ્નતાને પ્રોત્સાહન આપતા કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત, એવા ભારે ભરકમ આઉટફિટ્સ કે મહેમાનોને આવવા-જવા કે બેસવામાં અવરોધ ઉભો કરે, સેલેબ્સને પહેરવાની ના પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કાન્સમાં પહેલાથી જ સેલેબ્સ માટે ડ્રેસ કોડ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા રેડ કાર્પેટ પર હાઈ હીલ્સ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.