આરબના 11 દેશોને અમેરિકાનું સુરક્ષા એલર્ટ; અમેરિકાના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ

મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ 11 આરબ દેશોમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. આ વોર્નિંગમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત, જોર્ડન, બહેરીન, ઓમાન, કતાર, ઈરાક, લેબનોન, યમન અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. અમેરિકી રાજદ્વારી મિશનોએ નાગરિકોને સતર્ક રહેવા અને પોતાની મુસાફરીની યોજનાઓમાં ફેરફાર કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે, કારણ કે આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ અચાનક બગડી શકે છે.

trump

અમેરિકાની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ ક્ષેત્રમાં ઈરાન અને તેના સમર્થિત હુથી જૂથોની ગતિવિધિઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકી અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો તણાવ વધે છે, તો અમેરિકી હિતો, કંપનીઓ અને સંસ્થાઓ નિશાન બનાવી શકાય છે. જોકે, આ એલર્ટનો અર્થ એવો નથી કે આ તમામ દેશોમાં હુમલાનું તાત્કાલિક જોખમ છે, કે પછી હવાઈ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

અમેરિકી મિશનોએ મુસાફરોને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ વધુ બગડે છે, તો આ ક્ષેત્રમાં હવાઈ ક્ષેત્રબંધ થઈ શકે છે. આના કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, રદ થવા અથવા તેના રૂટમાં ફેરફાર કરવો પડી શકે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે મુસાફરી કરતા પહેલા તેઓ પોતાની એરલાઈન્સ અને સંબંધિત એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ અંગેની નવીનતમ માહિતી મેળવે. ઈરાકમાં આવેલા અમેરિકી મિશને મુસાફરોને બગદાદ, એર્બિલ, બસરા અને સુલેમાનિયાહના એરપોર્ટ સાથે જોડાયેલી ફ્લાઈટ્સની સ્થિતિની પુષ્ટી કરવા જણાવ્યું છે. તો, લેબનોનમાં આવેલા અમેરિકી દૂતાવાસે નાગરિકોને બેરૂત સ્થિત 'રફિક હરીરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ' અંગેની અપડેટ્સ મેળવતા રહેવાની સલાહ આપી છે.

trump1

અમેરિકાની આ ચેતવણીઓમાં ઈરાન સમર્થિત હુથી સમૂહો તરફથી સાઉદી અરેબિયામાં નાગરિક એરપોર્ટ અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હુમલાઓથી સામાન્ય નાગરિકોની સુરક્ષા અને હવાઈ મુસાફરી પ્રભાવિત થવાની આશંકા છે. ઈરાનમાં માટેના અમેરિકાના વર્ચ્યુઅલ એમ્બેસી'એ ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે અને હાલમાં ઈરાનમાં ઉપસ્થિત અમેરિકી નાગરિકોને દેશ છોડવા કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.