2 કિલોથી વધુના સોનાના ઘરેણા પહેરીને આ TikTok સ્ટાર બનાવે છે વીડિયો

Gold obsessed man જેને સોનાના ઘરેણા પહેરવાનો શોખ છે, સોનાના ઘરેણા પણ એ કિલોના હિસાબે પહેરે છે, તેની પાસે ગોલ્ડ પ્લેટેડ કાર અને મોટરસાઈકલ પણ છે. વિયતનામનો રહેવાસી ટ્રાન ડુક લોઈ (Tran Duc Loi) હાલમાં જ સોનાના પ્રત્યે પોતાના પ્રેમને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રાનનું કહેવું છે કે, તે ફેંગ સુઈમાં વિશ્વાસ રાખે છે, એટલે આવું કરે છે, TikTok પર તેના વીડિયો ખૂબ જ પોપ્યુલર થયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રાન વિયતનામના અન ગિયાંગ પ્રોવીંસ (An Giang Province)માં રહે છે. ટ્રાનને વિયતનામના લોકો નોટીસ કરે છે. કારણ કે, તે ગળાથી લઈને હાથો સુધી સોનાના ઘરેણા પહેરે છે.

જ્યારે પણ તે બહાર નીકળે છે, ત્યારે લોકો એણે પાછા વળીને જુએ છે, એમ તો ટ્રાન દક્ષિણી અમેરિકી ગરોળી અને અન્ય પ્રાણીઓને પોતાના દેશમાં વેચે છે. ટ્રાનનું માનવું છે કે, સોનું પહેરવું એના બિઝનેસ માટે શુભ સિદ્ધ થયું છે. આ જ કારણે એ જ્યારે પણ બહાર જાય છે ત્યારે પ્રયત્ન કરે છે કે વધુમાં વધુ સોનાના ઘરેણા પહેરે.

પહેલા સોનાના ઘરેણા ઓછા પહેરતો

ટ્રાન પહેલા ઓછા ઘરેણા પહેરતો હતો, પરંતુ ધીમે-ધીમે તેણે ઘરેણા વધારે પહેરવાના શરૂ કર્યા, જેના કારણે ઘરેણાનું વજન વધતું ગયું, પણ હવે તેણે આની આદત થઇ ગઈ છે. તેણે TikTok પર ઘરેણા પહેરીને અનેક વીડિયો શેર કર્યા છે. તેની પાસે ગોલ્ડ પ્લેટેડ કન્વર્ટિબલ કાર પણ છે, સાથે એક મોટરસાઈકલને પણ છે, જેને ગોલ્ડ કલર કર્યો છે.

ક્યાં-ક્યાં ઘરેણા છે એની પાસે?

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટ્રાન ડુક લોઈએ કહ્યું કે, તેની પાસે 2 કિલોથી વધુ સોનાના ઘરેણા છે, જેમાં 250 ગ્રામ નેકલેસ અને 10 સોનાની વીટીઓ, એક મોટું બ્રેસલેટ, એક મોટી ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ છે.

Top News

'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો કે, બિહારની અંતિમ મતદાર યાદીમાંથી જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે...
National 
'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ છોડીને વિદેશી T20 લીગમાં ફૂલ ટાઈમ રમવાના  બદલામાં...
Sports 
કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

ગરીબીને કારણે કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખવું જોઈએ નહીં અથવા તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ....
National 
છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?

ડાયમંડ ઉદ્યોગાં વર્ષોની પરંપરા છે કે દિવાળીના તહેવારમાં ઉદ્યોગમા 21થી 25 દિવસનું વેકેશન રહેતું હોય છે. છેલ્લાં 3 વર્ષથી મંદી...
Business  Gujarat 
શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.