- Business
- અમેરિકાએ 17 બિલિયન ડૉલરમાં ખરીદી લીધું ચીનનું TikTok, જાણો કોણ છે નવો મલિક અને તેમાં શું ફેરફાર થશે?...
અમેરિકાએ 17 બિલિયન ડૉલરમાં ખરીદી લીધું ચીનનું TikTok, જાણો કોણ છે નવો મલિક અને તેમાં શું ફેરફાર થશે?
મહિનાઓની અનિશ્ચિતતા અને ઘણી કાનૂની આંટીઘૂંટી પાર કર્યા પછી TikTok આખરે અમેરિકામાં પાછું આવ્યું છે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે TikTok ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી લીધા છે. આ હસ્તાક્ષર થતાની સાથે જ, TikTokનો બિઝનેસ હવે ચીનથી USમાં ટ્રાન્સફર થઈ ગયો છે. આ મેગા ડીલ 17 બિલિયન ડૉલર એટલે કે રૂ. 12,41,42,74,99,200માં થઈ હતી. હવે આ ડીલ થતા ચીનની કંપની બાઈટડાંસ સોશિયલ મીડિયા એપ TikTokના US બિઝનેસ પર નિયંત્રણ રાખી શકશે નહીં, પરંતુ ByteDanceની પાસે TikTokની ફક્ત 20 ટકા જ ભાગીદારી રહેશે.
ચીનના હાથમાંથી નીકળીને આ બિઝનેસ અમેરિકામાં ગયા પછી સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે તેનો માલિક કોણ બનશે? અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા વિવાદ પછી, ટ્રમ્પ TikTok ડીલને તેના અંતિમ નિષ્કર્ષ પર લઇ આવ્યા છે. ક્યારેક તેમણે પ્રતિબંધની ધમકી આપી હતી અને ક્યારેક સુરક્ષા જોખમોનો હવાલો આપીને તેને અમેરિકામાંથી બહાર કાઢવાની ચેતવણી આપી હતી. 17 મિલિયન યુઝર બેઝ ધરાવતા US માર્કેટમાંથી બહાર નીકળવું TikTok માટે સરળ નિર્ણય નથી. આ સોદા પછી, TikTokના US ઓપરેશન્સ અને ડેટા સુરક્ષાના અધિકારો બધા અમેરિકન કંપનીઓના હાથમાં રહેશે.
પ્રતિબંધથી બચવા માટે, ચીની કંપની TikTokએ તેના US બિઝનેસનું નિયંત્રણ વેચી દીધું. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, TikTok USનું મૂલ્ય 14 બિલિયન ડૉલર લગાવવામાં આવ્યું હતું. ByteDanceના હાથમાંથી નીકળ્યા પછી, TikTok US હવે અમેરિકન રોકાણકારોના જૂથ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. લેરી એલિસનની કંપની, Oracle, TikTok USના સુરક્ષા સંચાલનની દેખરેખ રાખશે. ક્લાઉડ સેવા પણ આ કંપનીની માલિકીની રહેશે. અલ્ગોરિધમ ભલામણો, સોર્સ કોડ અને સામગ્રી મોડરેશન સિસ્ટમ નવા માલિકને ટ્રાન્સફર કરવામાં આવશે.
Oracle ઉપરાંત, સિલ્વર લેક અને અબુ ધાબી સ્થિત કંપની MGX દરેક પાસે 45 ટકા હિસ્સો હશે. નવા માલિકોએ ખાતરી કરવી પડશે કે, TikTok USમાં કાર્યરત રહે અને તેનો દુરુપયોગ ન થાય.

