મહિલા સલૂનમાંથી પાછી આવી ત્યારે કિડનીમાં ઈજા થઈ હતી, અચાનક વોમિટ થવા લાગી અને...

સામાન્ય રીતે લોકો હેર કટ અથવા હેર ટ્રીટમેન્ટ માટે સલૂનમાં જાય છે. ઘણી વખત, જો કોઈ પ્રોફેશનલ તેમના વાળ વધારે કાપે છે, તો પછી વિવાદ થાય છે અથવા ખરાબ પ્રોડક્ટ લગાવવાને કારણે કોઈના વાળ પર રિએક્શન આવે તો વિવાદ થાય છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો અને ડરામણો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, વાળની સારવાર માટે ગયેલી મહિલા જ્યારે પરત આવી ત્યારે તેની કિડનીને ઘણું નુકસાન થયું હતું.

એક 26 વર્ષીય ટ્યુનિશિયન મહિલાને સલૂનની મુલાકાત લીધા પછી કિડનીમાં ત્રણ ઇજાઓ થઈ હતી. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં આ મહિને પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, સંપાદકને લખેલા પત્રમાં, ફ્રેન્ચ ડોકટરોએ કેટલાક વાળને સ્મૂથિંગ અને સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સને કિડનીની ઈજા સાથે જોડ્યા છે.

કેસ સ્ટડીમાં રહેલી મહિલાને અગાઉ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી. જ્યારે તે ડૉક્ટર પાસે પહોંચી ત્યારે તેને ઉલ્ટી, તાવ, ઝાડા અને કમરના દુખાવાની તકલીફ હતી. લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, 'તે જ દિવસે એક જ સલૂનમાં વાળની સારવાર કર્યા પછી કિડનીની ગંભીર ઈજા થઈ હતી.' મહિલાએ જણાવ્યું કે, વાળની સારવારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તે માથામાં બળતરા થવાનું અનુભવી રહી હતી, ત્યારપછી તેની ખોપરી ઉપરની ચામડીમાં અલ્સર થયું હતું.'

તપાસ કર્યા પછી, તબીબી સ્ટાફને જાણવા મળ્યું કે, તેના લોહીમાં પ્લાઝ્મા ક્રિએટિનાઇનનું સ્તર એલિવેટેડ (વધેલું) હતું. પ્લાઝ્મા ક્રિએટિનાઇન એ સ્નાયુઓમાંથી બહાર આવેલો કચરો છે, જ્યારે તે લોહીમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને કિડની દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. જ્યારે મહિલા સલૂનમાં ગઈ ત્યારે હેર સ્ટાઈલિસ્ટે તેના વાળ પર ક્રીમ લગાવી જેમાં 10 ટકા ગ્લાયોક્સિલિક એસિડ હોય છે. સંશોધકોનું માનવું છે કે, આ રસાયણ જ કિડનીને નુકસાન પહોંચાડે છે.

દલીલ એવી છે કે, 'આ પરિણામો પુરાવા પૂરા પાડે છે કે, ગ્લાયોક્સિલિક એસિડ ધરાવતી વાળને સ્ટ્રેટનિંગ કરવાની ક્રીમ જ જવાબદાર છે.' અહીં અમે તમને જણાવી દઈએ કે, ગ્લાયોક્સિલિક એસિડ પેટન્ટ કરવામાં આવ્યું હતું અને તેને તાજેતરમાં જ વાળને સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડીહાઈડ ધરાવતા ફોર્મ્યુલેશનના સલામત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

2022માં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે, વાળને સીધા કરવા માટેના રાસાયણિક ઉત્પાદનો સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધકોએ ઉત્પાદનોમાં અંતઃસ્ત્રાવી વિક્ષેપ પાડતા રસાયણો તરફ ધ્યાન દોર્યું હતું.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.