- Tech and Auto
- એવી 4 કાર જે બને છે તો ભારતમાં પણ વેચાય ફક્ત વિદેશમાં જ છે
એવી 4 કાર જે બને છે તો ભારતમાં પણ વેચાય ફક્ત વિદેશમાં જ છે

મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીઓની કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જેનું નિર્માણ ભારતમાં થાય છે પણ વિદેશી બજારોમાં વેચાય છે. કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જે વિદેશોમાં બીજા નામથી વેચાઇ રહી છે. જાણો એવી 4 દેશી ગાડીઓ વિશે, જે વિદેશી બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ ગાડીઓની સૂચિમાં સુઝુકી જિમ્ની, ટોયોટા રૂમિયન, ટોયોટા બેલ્ટા, મહિન્દ્રા સ્કોર્પિયો પીકઅપના નામ શામેલ છે.
સુઝુકી જીમ્ની
મારૂતિ સુઝુકી જિમ્નીને વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. મારૂતિની આ ઓફ રોડર કાર મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાને ટક્કર આપી શકે એવી કાર છે. એટલા માટે કંપનીએ હવે મારૂતિ જિમ્નીને ભારતમાં 2023ના વર્ષમાં 10 લાખ રૂપિયાની નજીકની કિંમતમાં ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ જનતાની પ્રતિક્રિયાનું આકલન કરવા માટે 2020 ઓટો એક્સ્પોમાં જિમ્ની કોમ્પેક્ટ એસયુવીનું પ્રદર્શન કર્યું હતું. સુઝુકી જિમ્ની યુકે અને યુરોપિય બજારોમાં એક ખૂબ જ લોકપ્રિય છે. અન્ય દેશોમાં તેની સફળતાને જોતા કંપની આ કારને જલ્દીથી જ ભારતીય બજારમાં લાવવા માગે છે.
ટોયોટા રૂમિયન
ટોયોટા રૂમિયનનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ તેનું વેચાણ ભારતમાં નથી કરવામાં આવતું. ઘણા વર્ષોથી રૂમિયનની વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જોકે, કંપની હવે ભારતમાં આ ગાડીને લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. આ ગાડી મારૂતિ સુઝુકી અર્ટીગાનું જ એક રીબ્રાન્ડેડ મોડેલ છે.
ટોયોટા બેલ્ટા
ટોયોટા બેલ્ટા ઉત્તરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં એક લોકપ્રિય ગાડી છે. આ ગાડીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં યારિસ અને એશિયાના બજારોમાં વિઓસના નામે વેચવામાં આવે છે. આ ગાડી પણ ભારતમાં સીયાઝ નામથી વેચાઇ રહી છે. આ કારનું પણ જાપાની કાર મેકર કંપની ટોયોટા ભારતમાં જ ઉત્પાદન કરે છે. આ ગાડી ભારતમાં વેચાઇ રહેલી સીયાઝનું જ એક રીબ્રાન્ડેડ વર્ઝન છે.
મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપ
મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ આ ગાડી ભારતીય બજારોમાં ઉપલબ્ધ નથી. આ ગાડી ઓસ્ટ્રેલિયાના બજારોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગાડી ભારતમાં થોડા વર્ષો પહેલા સ્કોર્પિઓ ગેટઅવેના નામથી વેચાતી હતી, પણ ભારતીય બજારમાં આ ગાડીને લોકો દ્વારા પ્રતિસાદ નહોતો મળ્યો. તેથી આ ગાડીને ભારતમાં ડીસકન્ટીન્યુ કરી દેવામાં આવી.
Related Posts
Top News
ડૂબતા ફેમિલી બિઝનેસને બચાવવા આ યુવાને સ્કૂલ છોડેલી,આજે 2000 કરોડની કંપની
પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'
શું ટ્રમ્પ ટેરિફના ડરથી આ રોકાણકારોએ 18000 કરોડ ઉપાડી લીધા
Opinion
-copy.jpg)