ચીનની સૌથી સફળ ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીનો સુરતમાં ખૂલ્યો શો-રૂમ

BYD ઇન્ડિયા, વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વ્હીકલ્સ (NEV) ઉત્પાદક કંપની, સુરતમા તેના પ્રથમ પેસેન્જર વાહન શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. કાર્ગો BYD દ્વારા સંચાલિત આ શોરૂમ BYD ઈન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે સુરતમાં પેસેન્જર વાહન બજારમાં પહેલ ભરે છે. ઉદ્ઘાટનમા બીવીએસ પ્રસન્ના, પેસેન્જર કાર વિભાગના વરિષ્ઠ વીપી, કાર્ગો BYD, ઝુબિન મિસ્ત્રી, બિઝનેસ હેડ, કાર્ગો BYD અને સંજય ગોપાલકૃષ્ણન, ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના વરિષ્ઠ ઉપપ્રમુખ, BYD ઇન્ડિયા, તથા BYD ઇન્ડિયા અને કાર્ગો BYD બંનેના મુખ્ય કર્મચારીઓ ગ્રાહકોની હાજરીમા કરવામા આવ્યું હતું.

1680 ચોરસ ફૂટના વિસ્તારમાં આવેલા, આ શોરૂમ ગ્રાહકોને BYDની ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણીની ઍક્સેસ પ્રદાન કરશે, જેમાં ઑલ-ન્યૂ e6 અને BYD ATTO 3નો સમાવેશ થાય છે. કાર્ગો ઈ-મોબિલિટી સોલ્યુશન્સ પ્રા. લિ., ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ, O&M સેવાઓ, ઉત્પાદન અને વાહનોના રિસાયક્લિંગ જેવી વૈવિધ્યસભર કંપની છે.

સંજય ગોપાલકૃષ્ણન, ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના વરિષ્ઠ ઉપપ્રમુખ, BYD ઇન્ડિયા આ જણાવ્યું હતું, “અમારું દરેક ઇલેક્ટ્રિક વાહન ગતિશીલતાના ભાવિને આકાર આપવા અને આવતીકાલને વધુ હરિયાળી, સ્વચ્છ બનાવવા માટે એક પગલું નજીક છે. બહેતર જીવન માટે ટેક્નોલોજીકલ નવીનતાઓ માટે ભારતમાં BYDના સમર્પણ અને પ્રતિબદ્ધતાની આ 16મું વર્ષ છે સુરતમાં કાર્ગો BYD માત્ર કારના વેચાણ વિશે નથી; તે એક ક્રાંતિને પ્રજ્વલિત કરવા વિશે છે, જ્યાં દરેક પ્રવાસ પર્યાવરણીય જવાબદારીનું કાર્ય બની જાય છે."

બીવીએસ પ્રસન્ના, પેસેન્જર કાર વિભાગના વરિષ્ઠ વીપી, કાર્ગો BYD કહ્યું કે,” કાર્ગો BYD માત્ર ઓટોમોબાઈલ કરતાં વધુમા માને છે; અમે એક એવી જીવનશૈલી બનાવી રહ્યા છીએ જે પરિવર્તનને સ્વીકારતા વિશ્વ સાથે પડઘો પાડે છે. BYDના ઇલેક્ટ્રિક વાહનો નવીનતા અને પર્યાવરણીય જવાબદારી માટેના અમારા વિઝનને પૂરક બનાવે છે, ડ્રાઇવિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને આવતીકાલને હરિયાળી, સ્વચ્છ બનાવવાનો માર્ગ કરે છે.”

 

 

About The Author

Top News

વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મ પર વધતા નકલી કોલ્સને રોકવા માટે સરકારે મોટી તૈયારીઓ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ...
Tech and Auto 
વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર
Copyright (c) Khabarchhe All Rights Reserved.