- Tech & Auto
- એલન મસ્ક ગુજરાતમાં ફેકટરી નાંખશે, જાણો, ક્યાં?
એલન મસ્ક ગુજરાતમાં ફેકટરી નાંખશે, જાણો, ક્યાં?

દુનિયાના સૌથી ધનિક અને ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્ક ગુજરાતમાં પોતાનું પહેલું મેન્યુફેકચરીંગ યુનિટ નાંખશે એવા સમાચાર જાણવા મળ્યા છે.
અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં થનારા વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં આની જાહેરાત કરવામાં આવી શકે છે.
ટેસ્લા કાર કંપનીનું મેન્યુફેકરીંગ યુનિટ સાણંદ, બેચરાજી અથવા ધોલેરામાં બની શકે છે. ગુજરાત હવે ઓટોમોબાઇલનું હબ પણ બની રહ્યું છે. મારુતિ સુઝુકી, મોરીસ ગેરેજ, ટાટા મોટર્સ જેવી જાણીતી ઓટોમોબાઇલ કંપનીઓના મેન્યુફેચરીંગ પ્લાન્ટ છે.
બીજું કે ટેસ્લા કંપનીએ એવો નિર્ણય લીધો છે કે ભારતમાં ટેસ્લાના મેન્યુફેકચરીંગ યુનિટમાંથી બીજા દેશોમાં કાર નિકાસ પણ કરવામાં આવશે અને એના માટે જે વિસ્તારમાં બંદર નજીક હોય ત્યાં કંપનીને અનુકળતા રહી શકે.
કંડલા બંદર અને મુંદ્રા પોર્ટ બંને સાણંદથી નજીક છે.
ટેસ્લા જે કારના મોડલ ભારતમાં લાવવાની છે તેમાં S, Y અને Z મોડલ છે. જેમાં S મોડલની કિંમત 1.50 કરોડ, Yની કિંમત 70 લાખ રૂપિયા અને X મોડલની કિમત 2 કરોડ રૂપિયા હશે.