E100 ફ્યૂલને મળી મંજૂરી, સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, જૂની ગાડીઓનું શું થશે?

અમેરિકા અને બ્રાઝિલની જેમ, હવે ભારતમાં પેટ્રોલ વિનાની 'ફ્લેક્સ-ફ્યુઅલ' ગાડીઓ દોડશે સરકારે 100% ઇથેનોલવાળી ગાડીઓને મંજૂરી આપી દીધી છે. આ માટે, કેન્દ્ર સરકારે સોમવાર, 26 ઓક્ટોબરના રોજ 'સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989'માં ફેરફાર કર્યો છે. આ સંશોધન હેઠળ વાહનોમાં E85 અને E100 ફ્યૂલના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ મંજૂરી ફક્ત એવા વાહનો માટે જ છે જે ખાસ કરીને 85% કે 100% ઇથેનોલવાળી ફ્યૂલ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય અથવા સર્ટિફાઇડ હોય. સામાન્ય ગાડીઓમાં આ ફ્યૂલ નાખવામાં નહીં આવે.

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જે વાહનો E20 અથવા સામાન્ય પેટ્રોલ પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેમાં E85 કે E100 ફ્યૂલનો ઉપયોગ કરી શકાશે નહીં.આવી ગાડીઓને અત્યારે કે ભવિષ્યના હિસાબે મોડિફાય કરવાની જરૂર નથી. એટલે કે  આ નિયમનકારી ફેરફારોની વર્તમાન વાહન માલિકો પર કોઈ અસર નહીં થાય. E100 ગાડીઓ સંપૂર્ણપણે એક વૈકલ્પિક વ્યવસ્થા છે; તેનો અર્થ એ નથી કે આ ગાડીઓ આવ્યા બાદ પેટ્રોલથી ચાલતી કારો બંધ થઈ જશે. આ કારો સાથે  ફ્લેક્સ-ફ્યુઅલ (E100) વાળી કારોનો વિકલ્પ પણ લોકો પાસે રહેશે.

ફ્લેક્સ-ફ્યૂલ શું છે?

ફ્લેક્સ-ફ્યૂલવાળી કારો એ ગાડીઓ છે, જેમાં માત્ર જ ફ્યૂલ ટાંકી હોય છે, જેમ કે CNG-પેટ્રોલવાળી કારોમાં બે પ્રકારની ટાંકી હોય છે, તેવું આમાં નથી. એક ટાંકીમાં શુદ્ધ પેટ્રોલ, પેટ્રોલ-ઇથેનોલનું મિશ્રણ અથવા તો 'શુદ્ધ' (pure) ઇથેનોલ ભરી શકાય છે. આ વાહનો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તે આમાંથી કોઈપણ પ્રકારના ફ્યૂલ પર ચાલી શકે. આવી ગાડીઓમાં એક ખાસ સેન્સર અને સ્માર્ટ કમ્પ્યુટર હોય છે, જે ઉપયોગમાં લેવાતા ફ્યૂલના પ્રકારના આધારે એન્જિન સેટિંગ્સને આપમેળે ગોઠવી લે છે. બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં પણ ફ્લેક્સ-ફ્યૂલ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

E100વાળી ગાડીઓના ફાયદા શું છે?

સૌથી મોટો ફાયદો એ છે કે આવા ગાડીઓથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇથેનોલથી સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ફોસિલ કાર્બન (fossil carbon) ઓછો રીલિઝ થાય છે. ફ્યૂલમાં ઇથેનોલનું પ્રમાણ વધુ હોય તો ગાડીના એક્ઝોસ્ટ (ધુમાડો બહાર કાઢતા માર્ગ)માંથી કાર્બન મોનોક્સાઇડ (CO) અને અન્ય કેટલાક હાઇડ્રોકાર્બન વાયુઓના ઉત્સર્જનમાં પણ ઘટાડો થઈ શકે છે. બીજો ફાયદો એ છે કે ઇથેનોલનો ઉપયોગ વધવાથી ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટી શકે છે. આનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે.

About The Author

Top News

સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી

દિવાળીના લગભગ 15 દિવસ પછી એટલે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે તમિલનાડુમાં 'કાર્તિગાઈ દીપમ' નામનો તહેવાર ઉજવવામાં આવે છે....
National 
સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી

અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ...

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ રખડતા પ્રાણીઓના મુદ્દે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. NHAI...
National 
અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ...

શું આખી માનવજાતિ 'કામ વગરની' થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; 'સુપરહ્યુમન AI દરેકને 'બેકાર' કરી દેશે'

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ફરી એક ચેતવણી સામે આવી છે. આ વખતે, એન્થ્રોપિકના એક નિષ્ણાત તરફથી ચેતવણી આવી...
World 
શું આખી માનવજાતિ 'કામ વગરની' થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; 'સુપરહ્યુમન AI દરેકને 'બેકાર' કરી દેશે'

15 વર્ષ સુધી ખરીદી લોટરીની ટિકિટો, હવે ખેડૂતનું નસીબ ચમક્યું, જીત્યા 12 કરોડ

પંજાબના એક ખેડૂત રાતોરાત કરોડપતિ બની ગયા છે. ડેરા બસ્સી નજીકના હુમાયુંપુર ગામના રહેવાસી, 45 વર્ષીય બલજિંદર સિંહે પંજાબ...
National 
15 વર્ષ સુધી ખરીદી લોટરીની ટિકિટો, હવે ખેડૂતનું નસીબ ચમક્યું, જીત્યા 12 કરોડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.