- Tech and Auto
- આ ભારતીયને 800 કરોડ રૂપિયા પગાર મળશે
આ ભારતીયને 800 કરોડ રૂપિયા પગાર મળશે

મેટાના CEO અને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ AI ક્ષેત્ર માટે મોટી તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે ગૂગલ, ChetGPT નિર્માતા OpenAIને મોટો પડકાર આપવા માટે, સુપરઇન્ટેલિજન્સ લેબ્સની જાહેરાત કરી છે અને હવે આ લેબ માટે મોટા સ્તરે ભરતી કરી રહ્યા છે. તાજેતરમાં, તેમણે કાનપુર સ્થિત ટ્રપિત બંસલને 100 મિલિયન US ડૉલરના પેકેજ સાથે રાખ્યા હતા અને હવે તેઓ એપલમાં કામ કરી ચૂકેલા રુમિંગ પેંગને પણ સામેલ કરવા જઈ રહ્યા છે.
મેટાએ તેમને એક મોટું પેકેજ ઓફર કર્યું છે, જે 200 મિલિયન US ડૉલર (લગભગ 1670 કરોડ રૂપિયા)નું છે. આ પગારની સામે, OpenAIથી મેટા સુધી ટ્રપિત બંસલનું 100 મિલિયન US ડૉલર (લગભગ 800 કરોડ રૂપિયા)નું પેકેજ અડધું લાગે છે.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, સુપરઇન્ટેલિજન્સ ગ્રુપ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં લોકોને સૌથી વધુ પગાર પર રાખવામાં આવી રહ્યા છે.
મીડિયા સૂત્રોના રિપોર્ટ મુજબ, મેટા દ્વારા આપવામાં આવી રહેલ આ પેકેજ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે, કર્મચારીઓ પોતાનું પ્રદર્શન જાળવી રાખે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. જો તેઓ કંપની વહેલા છોડી દે અથવા કંપનીનો સ્ટોક નીચે જાય, તો તેમના પગારમાં કાપ મૂકી શકાય છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટમાં જણાવાયું છે કે, સુપરઇન્ટેલિજન્સ લેબ માટે ભરતી કરાયેલા કર્મચારીઓના પગારમાં બોનસ, મૂળ પગાર અને મેટા સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારી મેટામાં જોડાવા માટે પોતાનો હિસ્સો છોડી રહ્યો છે, તો કંપની તેને વળતર આપવાનો પ્રયાસ કરે છે.
AI ડેટાનું વિશ્લેષણ કરતી વેબસાઇટ સિમિલરવેબના રિપોર્ટ મુજબ, જનરેટિવ AI ટૂલ્સ ટ્રાફિકમાં OpenAIનો બજાર હિસ્સો 150 મિલિયનથી વધુ છે. જ્યારે ગૂગલ પણ આ બાબતમાં બીજા સ્થાને છે. હવે મેટા નવી ભરતી કરીને ઘણી કંપનીઓને હરાવવા માંગે છે.

મેટા પાસે પહેલાથી જ પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે, જેનું નામ મેટા AI છે. ChetGPTની જેમ જ, મેટા AI પાસે એક પોર્ટલ અને એપ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મેટા AIનો ઉપયોગ વોટ્સએપની અંદર પણ થઈ શકે છે, જેના માટે મેટા AIનું આઇકોન મેસેજિંગ એપની અંદર જ ઉપલબ્ધ છે.
Related Posts
Top News
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Opinion
