- Tech and Auto
- ISROની ચેતવણી: 2026ના અંતમાં આવી શકે છે 3 વાવાઝોડા; 44 વર્ષમાં સૌથી શક્તિશાળી
ISROની ચેતવણી: 2026ના અંતમાં આવી શકે છે 3 વાવાઝોડા; 44 વર્ષમાં સૌથી શક્તિશાળી
ઓક્ટોબર અને ડિસેમ્બર 2026ની વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત (tropical cyclones) સર્જાઈ શકે છે. ISROના જણાવ્યા અનુસાર, 'પાવર ડિસિપેશન ઈન્ડેક્સ' (PDI) દ્વારા માપવામાં આવતી આ વાવાઝોડાંની કુલ શક્તિ અંદાજે 13.06 x 10⁶ knots³ રહેવાનો અંદાજ છે. આ છેલ્લા 44 વર્ષમાં આવેલા વાવાઝોડાંની તીવ્રતા કરતા લગભગ 83% વધારે છે, એટલે કે આ વખતે ચોમાસા પછીની ઋતુ (post-monsoon season) દરમિયાન ચક્રવાતની પ્રવૃત્તિ વધુ હોઈ શકે છે.
આ આગાહી સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓ અંગેના ઘણા વર્ષોના ડેટા પર આધારિત છે. આનાથી અંદાજો લગાવી શકાય છે કે, આગામી મહિનાઓમાં ચક્રવાતની ગતિવિધિ કેવી રહી શકે છે, જેનો ફાયદો દરિયાકાંઠાના રહેવાસીઓ, સરકાર અને રાહત-બચાવ ટીમોને અગાઉથી તૈયારી કરવામાં મદદ મળી શકે છે. જોકે, તેનાથી કોઈ ખાસ ચક્રવાતની તારીખ કે સ્થાન અંગેની વિગતવાર માહિતી મળતી નથી.
ISROની આગાહી મુજબ, 2026ની ચોમાસા પછીની ઋતુ દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ચક્રવાતી વાવાઝોડાં સર્જાઈ શકે છે. PDI દ્વારા કોઇ ચક્રવાતની તાકતનું આનુમાન લગાવી શકાય છે, તેમા તોફાનનો પવન કેટલો તેજ છે અને કેટલા સમય સુધી તેની શક્તિ જાળવી રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો, PDIનું ઊંચું હશે, વાવાઝોડાની પ્રવૃત્તિની એટલી મજબૂત હોઇ શકે છે.
આ આગાહી તૈયાર કરવા માટે, લગભગ 40 વર્ષના હવામાન અને સમુદ્ર સાથે જોડાયેલા આંકડા જોવામાં આવ્યા હતા. તેમાં વિવિધ વાતાવરણીય અને દરિયાઈ સ્થિતિઓ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. આ આંકડાઓથી એ સમજવા પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કઇ પરિસ્થિતિમાં વધુ ચક્રવાતી વાવાઝોડાં સર્જાઈ શકે અને તેની સંભવિત તાકત કેવી રહી શકે છે. આ માટે એવા ફેક્ટર્સ પણ જોવામાં આવ્યા, જેનો ચક્રવાતની રચના અને તેની તીવ્રતાને અસર કરે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન એકત્રિત કરાયેલા ડેટાના આધારે ચોમાસા પછીની ઋતુ (ઓક્ટોબરથી ડિસેમ્બર) માટે ચક્રવાતની પ્રવૃત્તિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
ઉત્તર હિંદ મહાસાગરની આસપાસ આવેલા ભારત સહિતના અનેક દેશોના દરિયાકાંઠાના વિસ્તારો ચક્રવાતની ઝપેટમાં આવે છે. એટલે જો, કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન ચક્રવાતની પ્રવૃત્તિ વધુ હોઈ શકે છે તેવો અગાઉથી સંકેત મળવાથી વધુ સારી તૈયારી કરવામાં મદદ મળે છે.
સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ ટીમોને તૈયાર રાખી શકે છે. માછીમારોને દરિયામાં જતા પહેલા ચેતવણી આપી શકાય છે. જરૂર પડ્યે દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારીઓ પણ કરી શકાય છે.
જોકે, આ આગાહી કોઈ એક ચક્રવાતની ચોક્કસ તારીખ, માર્ગ કે તે ક્યાં ત્રાટકશે (લેન્ડફોલ) તે અંગેની માહિતી આપતી નથી; તે માત્ર આ સીઝન દરમિયાન ચક્રવાતની એકંદરે પ્રવૃત્તિનો અંદાજ પૂરો પાડે છે. વર્ષ 2026 માટેનો PDI અંદાજ છેલ્લા 44 વર્ષોમાં સરેરાશ કરતા ખૂબ વધારે છે. એવામાં, ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની પ્રવૃત્તિ પર નજર રાખવી ખૂબ જરૂરી રહેશે.

