- Tech and Auto
- મારુતિ સુઝુકીએ આપ્યો ઝટકો, આ કારણે જાન્યુઆરીથી કાર ખરીદવી પડશે મોંઘી
મારુતિ સુઝુકીએ આપ્યો ઝટકો, આ કારણે જાન્યુઆરીથી કાર ખરીદવી પડશે મોંઘી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ વર્ષના અંતમાં એક મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝુકી જાહેરાત કરી છે કે, તે પોતાની કારની કિંમતો વધારવા જઇ રહ્યા છે. જે 1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે. એક પ્રેસ રીલિઝમાં, મારુતિ સુઝુકીએ કહ્યું કે, કમોડિટી પ્રાઈસ અને ખર્ચ વધવાને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ આગળ કહ્યું કે, ખર્ચ ઓછો કરવા અને કિંમતોમાં ભાવવધારાની ભરપાઈ માટે કરવામાં આવેલા પ્રયાસો છતાં ગ્રાહકોને અમુક કારોની ખરીદીમાં કિંમત વધારાનો ભાર ઉઠાવવો પડી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે મારુતિના દરેક મોડલોની કિંમતોમાં વધારો થઇ શકે છે. જોકે કાર નિર્માતા કંપનીએ હજુ સુધી પોતાના મોડલો પર કિંમત વધારી જાહેરાત કરી નથી.
કિંમતોમાં વધારો દરેક કાર મોડલોમાં અલગ અલગ થવાની આશા છે. મારુતિ સુઝુકીએ છેલ્લીવાર 1 એપ્રિલ 2023ના રોજ પોતાની દરેક કારોની કિંમતોમાં 0.8 ટકાનો વધારો કર્યો હતો. મારુતિ સુઝુકી ઉપરાંત અન્ય કાર નિર્માતા કંપનીઓ પણ પ્રાઈસ હાઈકનું એલાન કરી ચૂકી છે. હાલમાં જ જર્મન લગ્ઝરી કાર નિર્માતા કંપની AUDIએ પણ કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી.
AUDIએ વધતા ઈનપુટ કોસ્ટ અને પરિચાલન ખર્ચાનો હવાલો આપતા કહ્યું હતું કે, તેઓ જાન્યુઆરી 2024થી ભારતમાં પોતાના વાહોનોની કિંમતોમાં 2 ટકા સુધીનો વધારો કરશે. ઓડી ઈન્ડિયાએ કહ્યું કે, કિંમતોમાં વધારે 1 જાન્યુઆરી 2024થી પ્રભાવી થશે અને દરેક મોડલ રેંજમાં ભાવ વધારો થશે.
જણાવીએ કે, વર્ષના અંતમાં પ્રાઈસ હાઈકની જાહેરાત કરવી એક સામાન્ય પ્રક્રિયા છે. સામાન્ય રીતે દર વર્ષે વાહન નિર્માતા કંપનીઓ નવા વર્ષની શરૂઆત પહેલા પોતાના વાહનોની કિંમતને અપડેટ કરે છે. જોકે, આ વધારો ખૂબ જ ન્યૂનતમ હોય છે અને સામાન્ય રીતે મારુતિ સુઝુકી જેવી બ્રાન્ડ્ઝની કારોની કિંમતમાં લગભગ 20 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મારુતિ સુઝુકી આ વખતે કારોની કિંમતમાં કેટલો વધારો કરે છે.
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
