- Gujarat
- સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું સ્તર વધતા રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યું છે. પાણી સાથે સાપો પણ શહેરમાં ઘૂસી આવ્યા છે.
સાપોનો ઉપદ્રવ
છેલ્લા બે દિવસમાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપોને પકડવામાં આવ્યા છે. માત્ર આજે જ 25થી વધારે સાપોનું રેસ્ક્યુ કરાયું છે. વન વિભાગ અને વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટોની ટીમો સતત કામગીરી કરી રહી છે.
રેસ્ક્યુ કરાયેલા સાપોમાં ચેકર્ડ કીલબેક અને બેબી પાયથોન સામેલ છે.
સાપ રેસ્ક્યુ કરનાર અરવિંદ પરમારે જણાવ્યું કે, પહેલીવાર પાણી ભરાતાં 200થી 250 જેટલા સાપો પકડાયા હતા, જ્યારે હાલના 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બિનઝેરી સાપોને પાણીમાં જ છોડવામાં આવે છે.
નાગરિકોને ચેતવણી
AMC, પોલીસ તંત્ર અને ન્યૂઝ18 ગુજરાતી નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે હાલની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ન જવું. વરસાદ અને પાણીની આવકને કારણે નદીકાંઠે ભ્રમણ કે વોકિંગ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

