- Tech and Auto
- ‘હું પણ તમારી કાર ન ખરીદી શકું’ મર્સીડીઝની કાર લોન્ચ પર બોલ્યા નીતિન ગડકરી
‘હું પણ તમારી કાર ન ખરીદી શકું’ મર્સીડીઝની કાર લોન્ચ પર બોલ્યા નીતિન ગડકરી

જર્મનીની જાણીતી લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સીડીઝ બેન્ઝે હાલમાં ઇન્ડિયન માર્કેટમાં પહેલી મેક ઇન ઇન્ડિયા મર્સીડીઝ બેન્ઝ EQS 580 ઇલેક્ટ્રિક સલૂન કારને લોન્ચ કરી છે. આ મોકા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જર્મન પ્રીમિયમ કાર નિર્માતા મર્સીડિઝ બેન્ઝને સ્થાનિક સ્તર પર વધારે કારોનું ઉત્પાદન કરવા માટે કહ્યું. પુનામાં લોન્ચિંગ સમારોહમાં બોલતા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું એક મોટું બજાર છે. મંત્રીએ કહ્યું કે, તમે ઉત્પાદન વધારો, ત્યારે જ પડતર ઓછી કરવી સંભવ છે. અમે મધ્યમ વર્ગના લોકો છીએ, ત્યાં સુધી કે હું પણ તમારી આ કાર ન ખરીદી શકું.
મર્સીડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ઓક્ટોબર, 2020માં પોતાની ઓલ ઇલેક્ટ્રિક SUV EQCને સંપૂર્ણ રીતે ઇમ્પોર્ટેડ યૂનિટના રૂપમાં લોન્ચ કરવાની સાથે ભારતમાં પોતાની ઇલેક્ટ્રો મોબિલિટી ડ્રાઇવ શરૂ કરી, જેની કિંમત રૂ. 1.07 કરોડ હતી. ગડકરી અનુસાર, દેશમાં કુલ 15.7 લાખ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો છે.
તેમણે કહ્યું કે, કુલ EV વેચાણમાં 335 ટકાની વૃદ્ધિ સાથે એક મોટું બજાર છે, તેમણે કહ્યું કે, દેશમાં એક્સપ્રેસ હાઇવે આવવાથી મર્સીડીઝ બેન્ઝ ઇન્ડિયાને આ કારો માટે એક સારું બજાર મળશે. તેમણે કહ્યું કે, ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનો આકાર વર્તમાનમાં 7.8 લાખ કરોડ રૂપિયા છે, જેમાં નિકાસ 3.5 લાખ કરોડ રૂપિયા છે અને મારું સપનું તેને 15 લાખ કરોડ રૂપિયાનો ઉદ્યોગ બનાવવાનું છે.
ગડકરીએ મર્સીડીઝ બેન્ઝના વાહન સ્ક્રેપિંગ યૂનિટોની સ્થાપના માટે સંયુક્ત ઉદ્યમ સ્થાપિત કરવાનો વિચાર પણ મૂક્યો, જનાથી કંપનીને પોતાના સ્પેરપાર્ટ્સની પડતરને 30 ટકા સુધી ઓછી કરવામાં મદદ મળશે. અમારા રેકોર્ડ અનુસાર, અમારી પાસે 1.02 કરોડ વાહન સ્ક્રેપિંગ માટે તૈયાર છે. અમારી પાસે ફક્ત 20 યૂનિટ છે. મારું અનુમાન છે કે, અમે એક જિલ્લામાં ચાર સ્ક્રેપિંગ યૂનિટ ખોલી શકીએ છીએ અને આટલી સરળતાથી, અમે આવા 2000 યૂનિટ્સ ખોલી શકીએ છીએ.
EQS 580 4Matic 857 કિલોમીટરની રેન્જ પ્રદાન કરે છે. લિથિયમ આયન બેટરીની ઉચ્ચ શક્તિ ઘનત્વ 107.8 કિલોવોટ આવરની ઉપયોગ યોગ્ય ઉર્જા સામગ્રીની સાથે આવે છે અને નવીનતમ લિથિયમ આયન ટેક્નીકનો ઉપયોગ કરીને નિર્મત એક શક્તિશાળી 400 વોલ્ટ બેટરીથી લેસ છે.
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)