- Tech and Auto
- હવે સ્માર્ટફોનમાં યહી હૈ રાઈટ ચોઈસ : Pepsi લાવશે સ્માર્ટફોન
હવે સ્માર્ટફોનમાં યહી હૈ રાઈટ ચોઈસ : Pepsi લાવશે સ્માર્ટફોન

ફૂડ એન્ડ બેવરેજીસ કંપની પેપ્સીકો એક સ્માર્ટફોન લઈને આવી રહી હોવાની વાત છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી અને એ વાત હવે સાચી ઠરી છે અને પેપ્સીકો પોતાનો એક સ્માર્ટફોન લઈને બજારમા આવી રહી છે, કંપની દ્વારા એ વાતને કન્ફર્મ કરવામાં આવી છે કે તેમના દ્વારા એક મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવશે.
ડેઈલી મેલ અખબાર સાથે થયેલી એક વાતચીતમાં પેપ્સિકોએ આ વાતને સમર્થન આપ્યું હતું. એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક બજેટ એન્ડ્રોઈડ સ્માર્ટફોન પેપ્સી પી1ની કેટલીક તસવીરો સામે આવી હતી. પેપ્સિકોએ ડેઈલી મેલને જણાવ્યું હતું કે તે ચીનમાં આગામી કેટલાક મહિનામાં મોબાઈલ ફોન અને એસેસરિઝની એક આખી સિરિઝ ઉતારશે.
આ સમગ્ર રેન્જમાંથી લીક્સ થયા અનુસાર પી1 સ્માર્ટફોનમાં 5.5 ઈંચની સ્ક્રિન, ફિંગરપ્રિન્ટ સેન્સર અને 13 મેગા પિક્સેલનો કેમેરા હશે. પેપ્સીએ એવું પણ કહ્યું હતું કે તે એક સરસ મજાનો બજેટ સ્માર્ટફોન લાવશે, જો કે લિકમાં જે બતાવવામાં આવ્યો છે તે સાચો છે કે કેમ તેની કંઈ ખબર પડી નથી.
પેપ્સિકોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમને એ જણાવતા ખુશી થાય છે કે પેપ્સી ચીનના બજારમાં એક મોબાઈલ ફોન અને એસેસરિઝની એક લાઈન ઉતારવા માટે એક લાયસન્સિંગ સહાયક સાથે મળીને કામ કરી રહી છે. મોબીપીકરના એક રિપોર્ટ અનુસાર પી1 એન્ડ્રોઈડ લોલિપોપ 5.1 પર રન કરશે અને તેમાં 5.5 ઈંચની 1080 પિક્સેલ રિઝોલ્યૂશન ધરાવતી ડિસ્પ્લે હશે. આ ઉપરાતં આ ફોનમાં 1.7જીએચઝેડ પ્રોસેસર, 2જીબી રેમ અને 16 જીબીની ઈન્ચરનલ સ્ટોરેજ હશે. આ ફોનમાં 3000એમએએચની બેટરી આપવામાં આવશે. જો વાત કેમેરાની કરવામાં આવે તો તેમાં 13 મેગા પિક્સેલનો પ્રાઈમરી અને 5 મેગાપિક્સેલનો ફ્રંટ કેમેરો હશે.
લિક થયેલા ફોટાઓને ધ્યાને લેવામાં આવે તો આ ફોનના પાછળના ભાગે મતલબ કે બેક પર ફિંગરપ્રિન્ટ સ્કેનર અને સ્ક્રિનની નીચે ફિઝિકલ બટન પણ હોઈ શકે છે. ફોન વિશે જે અન્ય વાતો લીક થઈ છે તે અનુસાર તે 0.3 ઈંચ જાડાઈ ધરાવતો હશે અને તેનો બેક ભાગ મેટલનો હશે. પેપ્સી પોતાના પ્રથમ હેન્ડસેટને બીજીંગમાં 20મી ઓક્ટોબરે રજૂ કરશે. ચીનની ન્યૂઝ વેબસાઈટ સાઈના અને વીબોએ આ બાબતની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમાં એવું પણ કહેવાયું છે કે આગામી કેટલાક મહિનામાં આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ થવાની આશા છે. આ હેન્ડસેટની કિંમત ચીનમાં 1,299 યુઆન મતલબ કે અંદાજે 13,330 રૂપિયા હોઈ શકે છે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
