- Tech and Auto
- ભારતમાં Samsung Galaxy S9 અને Galaxy S9+ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ભારતમાં Samsung Galaxy S9 અને Galaxy S9+ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Samsungએ ભારતમાં પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Samsung Galaxy S9 અને Galaxy S9+ લોન્ચ કર્યો છે. દિલ્હીની એક ઈવેન્ટમાં તેને લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા બંને ફોનને MWC 2018માં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બંને ફોનમાં જૂના સ્માર્ટફોન Galaxy S8 અને Galaxy S8+ની સરખામણીમાં વધારે સારા કેમેરા ફીચર્સ આપ્યા છે. તે સિવાય નવા ફીચર તરીકે AR ઈમોજી પણ આપવામાં આવ્યા છે.
Samsung Galaxy S9ના 64GB મોડેલની કિંમત 57,900 રૂપિયા અને 256 GB વેરીયન્ટની કિંમત 65,900 રૂપિયા રાખવામાં આવી છે. Galaxy S9+ના 64GB મોડેલની કિંમત 64,900 રૂપિયા અને 256 GB વેરીયન્ટની કિંમત 72,900 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ ભારતમાં 128 GBના વેરીયન્ટ લોન્ચ કર્યા નથી. 16 માર્ચથી આ ફોન બધે ઉપલબ્ધ થશે. ગ્રાહકો માટે આ ફોન લિલૈક પર્પલ, કોરલ બ્લૂ અને મિડનાઈટ બ્લેક કલરના ઓપ્શનમાં મળશે.
A massive thank you for everyone who joined us for the #Unpacked. The new Samsung #GalaxyS9 | S9+ is ready to Pre-order on 27 February - 5 March 2018 at https://t.co/qltPS0Phbn pic.twitter.com/hDYhzjOBP3
— Samsung Indonesia (@Samsung_ID) February 25, 2018
Galaxy S9 અને Galaxy S9+ના લોન્ચિંગ ઓફર તરીકે HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સને અને Paytm Mall યુઝર્સને પણ 6000 રૂપિયાનું કેશબેક અને આપવામાં આવશે. તે સિવાય કંપની જૂના ફોનના એક્સચેન્જ પર પણ 6000 જેટલી છૂટ આપી રહી છે.
બંને સ્માર્ટફોનમાં 10nm 64 બીટ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઈન્ટરનલ મેમરીને માઈક્રો એસડી કાર્ડની મદદથી 400 GB સુધી વધારી શકાશે. બંને ફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઈડ 8 ઓરિયો બેઝ્ડ કંપનીની કસ્ટમ સ્કીન પર ચાલશે. ફોનમાં IP68 વોટર અને ડસ્ટ રેસીસટન્ટ આપવામાં આવ્યું છે. કેમરાની વાત કરીએ તો બંને સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરામાં f/1.7 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો ઓટો ફોકસ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે 9ના રિયર કેમેરામાં OISની સાથે સુપર સ્પીડ ડ્યુઅલ પિક્સેલ 12 મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy S9માં 4GB રેમ સાથે 3000mAhની બેટરીની સાથે 5.8 ઈંચની QHD+ કર્વ્ડ સુપર AMOLED 18:5:9 ડિસપ્લે આપવામાં આવી છે, જ્યારે Samsung Galaxy S9+માં 6 GB રેમ અને 3500mAhની સાથે 6.2 ઈંચ QHD+ કર્વ્ડ સુપર AMOLED 18:5:9 ડિસપ્લે આપવામાં આવી છે.

